આ ભાઈએ ફક્ત આ કામ કરીને 37 કિલો વજન ઉતારી નાખ્યું, જાણી લો તેમણે આપેલી ટિપ્સ

આજના સમયમાં મોટાભાગના લોકોને વધારે વજનની સમસ્યા સતાવે છે. આવી જ સમસ્યા હતી માણેક ધોડીની. તેનું વજન 104 કિલો હતું અને તેણે 17 મહિનામાં એક સરળ દિનચર્યાને અનુસરી અને પોતાનું વજન 37 કિલો ઘટાડ્યું છે. તેણે આટલું વજન પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને ઘટાડ્યું છે.

જ્યારે વજન વધી જાય તો તેને ઘટાડવા લોકો મહેનત કરે છે. પરંતુ જ્યારે તેનું ધાર્યું પરિણામ જોવા મળતું નથી તો લોકો હતાશ થઈ જતા હોય છે તેવામાં માણેકની સ્ટોરી લોકો માટે પ્રેરણા બની શકે છે. સાથે જ લોકો પોતાનું વજન ઘટાડી પણ શકે છે.

માણેકે પોતાની જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કર્યા અને તેનું વજન ફટાફટ ઉતરવા લાગ્યું. તેને વધારે વજન ઘટાડવાનો વિચાર આવતો ન હતો પરંતુ જ્યારે વજનના કારણે તેના હાર્ટને અસર થવા લાગી અને દૈનિક જીવનમાં પણ સમસ્યાઓ થવા લાગી તો તેણે વજન ઘટાડવાનું નક્કી કરી લીધું.

સૌથી પહેલા તો તેણે જંક ફુડ ખાવાનું છોડી દીધું. જંક ફુડ છોડ્યાની સાથે 1 મહિનામાં તેનું વજન 5થી 6 કિલો ઘટી ગયું. આ સિવાય તેણે નિયમિત રીતે દોડવાનું શરુ કર્યું. વધારે વજનના કારણે તેનું કોલેસ્ટ્રોલ વધવા લાગ્યું અને રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય એક વાર તે તેની બાળકીની સ્કુલે ગયો ત્યારે તે એક સ્પર્ધામાં અડધો માઈલ પણ દોડી શક્યો નહીં તેથી તેણે કેટલાક ફેરફાર કરીને પોતાનું વજન ઘટાડવાની શરુઆત કરી દીધી.

તેણે તેની દિનચર્યાં યોગ્ય આહાર અને વર્કઆઉટને મુખ્ય ભાગ બનાવી લીધા. તેણે પોતાના ફિટનેસ ટાર્ગેટ સેટ કર્યા અને તેને અનુસરવા લાગ્યો. તે રોજ સવારે દોડવા ઉપરાંત હાફ મેરેથોન, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો, બોડી વેઈટ ટ્રેનિંગ કરવા લાગ્યો.

આ સિવાય તેણે ભોજનમાંથી રિફાઈન્ડ લોટ, તળેલો ખોરાક, જંક ફૂડ, મીઠાઈ અને કોલ્ડડ્રીંગનો ત્યાગ કરી દીધો. આ સિવાય તે રોજ 5થી 6 માઈલ દોડતો.
તે પોતાના દિવસની શરુઆત હુંફાળા ગરમ પાણીમાં મધ અને લીંબુ ઉમેરીને કરતો.આ સિવાય તે નાસ્તામાં ઈંડાની સફેદી, વેજીટેબલ ઓમલેટ, ઉપમા, પોરીજ, વેજીટેબલ ચીલ્લા જેવી વસ્તુઓ લેતો.

બપોરે જમતા પહેલા તે ફ્રૂટ ખાતો અને એક કપ ગ્રીન ટી પીતો. તેના લંચમાં તે એક પ્લેટ સલાડ ખાતો અને પછી એક વાટકી દાળ, શાકભાજી લેતો. બપોરના ભોજન પછી પણ તે ગ્રીન ટી પીતો અને લાઈટ નાસ્તો કરતો. સાંજના સમયે એક ફળ ખાવાનું રાખતો.

વજન ઘટાડવા માટે માણેક રાત્રે 7.30થી 8 સુધીમાં જમી લેતો. ડિનરમાં પણ તે સલાડ ખાવાનું રાખો. ક્યારેક માછલી પણ ખાતો અને ગરમ સુપ પીતો. વજન ઘટાડવા માટે આ રીતે આહાર શૈલી, કસરત અને પુરતી ઊંઘ કરવાથી માણેકનું વજન 37 કિલો 17 મહિનામાં ઘટી ગયું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!