બે મિનિટમાં પેટનો ગેસ બહાર કાઢવો હોય તો લઈ લો આ વસ્તુ

માણસના શરીરમાં ગેસ બને તે એક સામાન્ય પ્રક્રિયા છે. ખોરાક ખાઈએ છીએ અને તેનું પાચન થાય છે તે દરમિયાન ગેસ બનવું સામાન્ય બાબત છે. શરીરમાં ગેસ બનવાના વિવિધ કારણો હોય છે. શરીરમાં અચાનક ગેસ વધી જાય તો તે ભોજનને કારણે પણ હોય છે.

જો શરીરને માફક ન આવે તેવો ખોરાક ખાવામાં આવે તો પણ ગેસ થાય છે, વળી ભોજન બરાબર ચાવ્યા વિના અને ઝડપથી ખાવામાં આવે તો પણ ગેસ થઈ શકે છે. ગેસ પેટમાં અથવા તો આંતરડાંમાં વિકસિત થાય છે.

જોકે સામાન્ય રીતે દિવસ દરમિયાન માણસ પેટમાં બનતા ગેસને બહાર કાઢી નાખે છે. દિવસ દરમિયાન 20 વખત ગેસ બહાર નીકળતો હોય છે. આ ગેસ મોઢામાંથી ઓડકાર વડે અથવા તો પાદના માધ્યમથી બહાર નીકળે છે.

પરંતુ જો કોઈ સમસ્યાના કારણે પેટનો ગેસ બહાર નિકળે નહીં તો તે શરીરમાં ફરવા લાગે છે. જેને ગેસ શરીર માંથી નીકળતો નથી અને શરીરમાં જ પરિભ્રમણ કરવા લાગે છે તો પેટમાં દુખાવાની સમસ્યા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે ખોરાકમાં અંકુરિત કઠોળ, બ્રોકલી, કોબી, દૂધ, બટેટા, વટાણા જેવી વસ્તુઓ વધારે ખાવામાં આવે છે તો ગેસ બની શકે છે. કારણ કે આ બધી વસ્તુઓ ગેસ વધારનાર છે.

ત્યારે આજે તમને ગેસ થી પાંચ જ મિનિટમાં મુક્તિ અપાવે તેવા કેટલાક ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી થોડી જ મિનિટોમાં ગેસ થી છુટકારો મળી જશે.

કાળા મરી થી ગેસથી મુક્તિ મેળવી શકાય છે. તેના માટે એક ચમચી કાળા મરીને એક ગ્લાસ પાણી ઉમેરીને બરાબર ઉકાળો. પાણી નીકળી જાય પછી તેને ગાળી લેવું અને તે નવશેકું હોય ત્યારે જ તેને પી જવું.

અજમાનું સેવન કરવાથી પણ પેટનો ગેસ દૂર થાય છે. તેના માટે અજમાના અને ગોળ નું મિશ્રણ બનાવીને તેની ગોળીઓ દિવસમાં બે વખત સેવન કરવું.

હળદર ખાવાથી પણ પેટ માં બનતો ગેસ દૂર થાય છે. તેના માટે પાણીમાં હળદર અને મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરવો. પાણીનું સેવન કરવાથી તુરંત જ પરિણામ જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે પેટનું કેસ વધી જાય ત્યારે મધ નો ઉપયોગ કરીને પણ રાહત મેળવી શકાય છે. તેના માટે 2 ચમચી મધ અને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉમેરી ને પાણી પી જવું.

જો વારંવાર ગેસ થઈ જતો હોય તો દિવસ દરમ્યાન ભોજનમાં દહીંનો સમાવેશ કરવો. દહીનું સેવન કરવાથી પેટમાં ઠંડક થાય છે અને ગેસ નથી થતો.

જીરાનું સેવન કરવાથી પણ ગેસ થી મુક્તિ મળે છે. તેના માટે જીરું નો પાવડર કરીને તેને ગરમ પાણી સાથે પીવાનું રાખો.

એક ગ્લાસ ગરમ પાણીમાં આદુનો ટુકડો ઉમેરીને તેને બરાબર ઉકાળવો. હવે આ પાણીને ગાળીને પીવાથી ગેસ મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!