આજે તમને મગફળીનું સેવન કરવાથી થતાં લાભ વિશે જણાવીએ. મગફળી બદામ અને અખરોટ જેવી સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ મીઠાઈ સહિતની વાનગીઓમાં થાય છે. મગફળીમાં બધા જેટલા ઔષધીય ગુણ હોય છે.
મગફળીમાં મેંગેનીઝ, વિટામિન, ફોસ્ફરસ, ફાઇબર, કેલ્શિયમ સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તે શરીર માટે બદામ જેટલી જ લાભકારી છે. વળી તે બદામ કરતા સસ્તી પણ હોય છે. આ જ કારણ છે કે તેને ગરીબોની બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પોષક તત્વોથી ભરપૂર મગફળી ખાવાથી કઈ કઈ બીમારીઓથી મુક્તિ મળી શકે છે તેના વિશે આજે તમને જાણકારી આપીએ. મગફળીમાં પ્રોટીન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગફળીને કાચી પણ ખાઈ શકાય છે પરંતુ તેને શેકીને ખાવાથી તેનાથી થતાં લાભ બમણા થઈ જાય છે.
બદામ ની જેમ જ યાદશક્તિ સુધારવા માટે મગફળી ફાયદાકારક છે. મગફળીમાંથી વિટામિન બી3 મળે છે જે મગજની પ્રક્રિયાને તેજ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. આ સાથે જ તેમાં ફ્લેવોનોઈડ્સ હોય છે જે યાદશક્તિ વધારે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ ૩૦ ટકા વધારે છે.
જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તેમણે આ બીમારીને નિયંત્રણમાં કરવા માટે મગફળીનો ઉપયોગ કરવો જોઈએ. મગફળીમાં એવા તત્વો હોય છે જે ડાયાબિટીસ કરતા તત્વોને અવશોષિત કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસની બીમારીથી છુટકારો આપે છે.
વધતી ઉંમરની સાથે હાડકા નબળા પડવા માંડે છે. તેમાં મગફળીનું સેવન કરવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. મગફળીનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે. મગફળીમાં જે કેલ્શિયમ હોય છે તેને લેવાથી શરીરની કેલ્શિયમની ઊણપ દૂર થાય છે.
મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે. જે શરીરના સ્નાયુ અને તંત્રિકાઓને યોગ્ય રીતે કામ કરતી રાખે છે. મગફળીનું સેવન કરવાથી ત્વચા પર ચમક આવે છે. જેના કારણે ત્વચાના ખીલ, દાગ જેવી સમસ્યાથી મુક્તિ મળે છે.
મગફળીને ખાસ પ્રકારનું ફાઇબર હોય છે જેના કારણે જો તમે તેને ભોજનમાં સામેલ કરો છો તો આ ફાયબર શરીરમાં જાય છે અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
મગફળીનું સેવન કરવાથી અલ્ઝાઇમર જેવી બીમારીમાં પણ લાભ થાય છે. મગફળીમાં એવા તત્વ હોય છે જે અલ્સરના દર્દીની તંત્રિકા સંબંધિત ખામીને રોકવામાં ફાયદો કરે છે.
આજની જીવનશૈલીમાં સ્ટ્રેસએ સામાન્ય બાબત થઈ ગઈ છે. તેવામાં મગફળીનું સેવન કરવાથી સ્ટ્રેસથી છુટકારો મળી શકે છે. તેમાં રહેલા તત્વો તણાવથી બચાવ કરે છે.
મગફળી માં રહેલા એમિનો એસિડ વાળને પણ મજબૂત બનાવે છે અને કુદરતી રીતે ચમક આપે છે. તેનું સેવન કરવાથી વાળ લાંબા સમય સુધી સફેદ થતાં નથી.