દવા વગર થાઇરોઇડથી છુટકારો મેળવવા ખાઈ લો આ ઔષધિ

ખાણીપીણીની ખોટી આદતોને કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઇ જાય છે. તેમાંથી એક થાઇરોઇડની તકલીફ પણ છે. થાઇરોડ વ્યક્તિ માટે ગંભીર સાબિત થઈ શકે છે. ગળામાં થાઇરોઇડ ગ્રંથી આવેલી છે જે આકારમાં પતંગિયા જેવી હોય છે.

એટલે કે આ ગ્રંથિ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. શરીરમાં થાઈરોડની ગ્રંથિ એનર્જી લેવલને જાળવી રાખવાનું કામ કરે છે. તેનાથી પ્રોટીનની ઉણપ પણ દૂર કરી શકાય છે. પરંતુ જ્યારે આ ગ્રંથિ માં ખરાબી આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને સાથે જ અન્ય બીમારીઓ પણ થવા લાગે.

જ્યારે થાઈરોઈડની સમસ્યા થાય છે ત્યારે શરીરમાં એનર્જી સતત ઘટી જાય છે. ઊંઘ અને આરામ કર્યા પછી પણ આખો દિવસ શરીરમાં થાક અને નબળાઈ તેમજ આળસનો અનુભવ થાય છે.

જ્યારે થાઇરોઇડ માં ખરાબી આવે છે તો સૌથી પહેલા તો તમે કોઈપણ વસ્તુ ખાવ ત્યારે તમને તે ગળામાં ખૂબ થતી હોય તેવું લાગે. સાથે જ શરીરમાં એનર્જી રહેતી નથી અને આખો દિવસ સ્ટ્રેસ રહે છે. થાઇરોઇડની તકલીફ હોય તેનું મોં અને ગળું સતત સુકાયેલું રહે છે. વળી દર્દીનું વજન અચાનક વધવા કે ઘટવાથી લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજે તમને દવા વિના થાઇરોઇડને ઠીક કરતા ઉપાયો વિશે જણાવીએ.

જો થાઈરોઈડની તકલીફ હોય તો ઘઉંના જુવારા નું સેવન કરવું જોઈએ. જુહાપુરામાં રહેલા તત્વો થાઈરોઈડ ગ્રંથિને યોગ્ય રીતે કામ કરતી કરે છે. તેનાથી લોહીનું દબાણ જેવી તકલીફો પણ દૂર થાય છે.

અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં રહેલું સેલેનિયમ થાઈરોઈડ ગ્રંથિને બરાબર કરે છે અને ગળાનો સોજો પણ ઓછો કરે છે.

થાઈરોઈડને દૂર કરવા માટે અળસી દૂધમાં ઉકાળીને લેવાથી પણ રાહત થાય છે. તેના માટે દૂધને ગરમ કરી તેમાં અળસી ઉકાળવી. તે ઉકળી જાય પછી તેનું સેવન કરવું અથવા તો તમે અળસીના પાવડરની એક ચમચી સવારે પાણી સાથે પણ લઈ શકો છો.

થાઇરોડ ગ્રંથિની ખરાબી દૂર કરવા માટે મુલેઠી નું સેવન પણ કરી શકાય છે. તેમાં એવા તત્ત્વો હોય છે જે શરીરમાં થાક અને આળસ દૂર કરે છે અને આખો દિવસ શરીર જ ઉર્જામય રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

થાઇરોઇડની તકલીફ હોય ત્યારે ભોજનમાં દૂધથી બનેલી વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. ભોજનમાં દહીં લેવાથી પણ આ સમસ્યા સરળતાથી દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!