ફક્ત 2 દિવસમાં ફેફસામાં ચોંટેલો કફ બહાર નીકળી જશે

જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે વાયરલ બીમારીઓ વધી જાય છે. આ બીમારીઓમાં લોકોને મોટાભાગે શરદી અને કફની સમસ્યા રહેતી હોય છે. જ્યારે કફ છાતી કે ફેફસાંમાં જામી જાય છે તો ગંભીર સમસ્યાનું કારણ બની જાય છે. ઘણા લોકોને તો કફની સમસ્યા કાયમી બની ગઈ હોય છે.

જ્યારે કફ થાય છે ત્યારે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને બરાબર ઊંઘ પણ થઈ શકતી નથી. કફ ના કારણે છાતીમાં બળતરા શ્વાસ લેવામાં સમસ્યા થાય છે જેનાથી મુક્તિ મેળવવા માટે મોટાભાગે લોકો એલોપેથીક દવા લઈ લેતા હોય છે. પરંતુ આ પ્રકારની દવા ખાવાથી ઘણી આડઅસર થાય છે.

આજે તમને કફને છૂટો પાડી શરીરમાંથી બહાર કરે તેવી આયુર્વેદિક અને ઘરગથ્થુ દવાઓ વિશે જણાવીએ. આ દવાઓ તમને સરળતાથી ઘરમાં જ મળી રહેશે અને કફની સમસ્યાથી પણ તુરંત જ મુક્તિ અપાવશે.

ગોળ – ગોળનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે. ગોળની તાસીર ગરમ હોય છે જેનું સેવન કરવાથી કફની તકલીફ મટે છે. કફ મટાડવા માટે ગોળમાં આદુનો રસ મિક્સ કરીને ખાવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આદુ – આદુમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શ્વાસની તકલીફ અને ગળાની સમસ્યાને મટાડે છે. કફ મટાડવા માટે આદુના ટુકડા કરી તેમાં થોડું મીઠું ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

તેલ – કફ દૂર કરવા માટે આયુર્વેદિક તેલ પણ ઉપયોગી છે. કફ દૂર કરવા માટે તમે ફુદીનો, અજમો, તુલસી, નીલગીરી, તજ વગેરેના તેલનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે પાણી ગરમ કરી તેમાં આ તેલ ઉમેરીને તેની વરાળ લેવી જોઈએ.

કાળા મરી – કાળા મરીમાં પણ ભરપૂર પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને વિવિધ બીમારીઓથી બચાવે છે. લાંબા સમયથી કફ હોય અને મટતો ન હોય તો કાળા મરી અને સાકરને મિક્સ કરીને તેનું સેવન કરો.

ગરમ પાણી – ગળામાં કફ જામી ગયો હોય અને નીકળતો ન હોય અથવા તો ગળામાં ઇન્ફેક્શન થયું હોય તો હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેના કોગળા કરવાથી કફ દૂર થાય છે.

સફરજનનો સરકો – સફરજનના સરકામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે કફને ઓછો કરે છે. ગરમ પાણીમાં સફરજનનો સરકો ઉમેરીને ચાની જેમ તેને ધીરે ધીરે પીવાથી કફ બહાર આવે છે. તમે આ પાણીમાં લીંબુ અને મધ પણ ઉમેરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!