આ ઉપાયથી હાથ પગના સોજા અને દુખાવો તરત જ મટી જશે

 

આજના સમયમાં લોકોને કેટલીક સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. આવી જ સમસ્યા માંથી એક છે પગમાં રહેતા સોજા. પગના સોજા દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય આજે તમને જણાવીએ. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી પગના સોજા અને દુખાવાથી તુરંત જ રાહત મળે છે.

પગના દુખાવા અને સોજા એક સામાન્ય તકલીફ બની ગઈ છે પરંતુ તેની યોગ્ય સમયે સારવાર કરવી જરૂરી છે. મોટાભાગના લોકોને આ પ્રકારની તકલીફ સહન કરવી પડે છે. પગમાં સોજા ચડી જાય તેના પણ કેટલાક કારણો હોય છે. કેટલીક બીમારીના કારણે પણ પગમાં સોજા રહેતા હોય છે.

જો ઠંડીની ઋતુ હોય તો ઠંડીના કારણે પણ નસ ખેંચાઈ જાય છે અને પગમાં સોજા આવે છે. આ સિવાય ભારે વજન ઉપાડવાથી પણ પગના સોજાની તકલીફ રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો એક જગ્યાએ લાંબા સમય સુધી ઊભા રહો ત્યારે પણ આ તકલીફ થઈ જાય છે. પગમાં સોજા અને દુખાવો રહેતો હોય તો ચાલવામાં પણ ખૂબ જ સમસ્યા થાય છે. આ સમસ્યાને સરળતાથી દૂર કરે તેવું ઘરગથ્થુ ઈલાજ આજે તમને જણાવીએ.

પગના દુખાવા અને સોજામાં રાહત આપે આ ઉપાય કરવા માટે તમારે સિંધવ મીઠા ની જરૂર પડશે. સિંધવ મીઠામાં ઘણા પ્રકારના ખનીજ તત્વો હોય છે જે પગના સોજા ને ઠીક કરે છે. જ્યારે પણ પગનો દુખાવો કે સોજો વધી જાય ત્યારે આ ઉપાય કરવો.

આ ઉપાય કરવા માટે ગરમ પાણીમાં સિંધવ-મીઠું ઉમેરી તે પાણીમાં કપડું પલાળી ને તેના વડે પગમાં શેક કરવો. આ રીતે શેક કરવાથી પગના સોજા ઉતરે છે. આ ઉપાય દિવસમાં બેથી ત્રણ વખત કરવાથી સોજા ઉતારવા લાગે છે.

તમે સોજા ઉતારવા માટે દાણાનો ઉપયોગ પણ કરી શકો છો. પોષકતત્વો અને કેટલાક એસિડ હોય છે જે પગના સોજા ને દુર કરવામાટે અક્સિર ગણાય છે.

તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ત્રણ ચમચી સૂકા ધાણા ઉમેરીને તેને ઉકાળી લેવા. પાણી જ્યારે અડધું બચે ત્યારે તેને ઉતારી ગાળી લેવું અને એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરી જવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સોજા ઉતારવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ પણ કરી શકાય છે. ઓલિવ ઓઈલ માં ૪ કળી લસણ ની શેકી લેવી. લસણ શેકાઈ જાય પછી તેને અલગ કરી દેવું અને આ તેલથી દિવસમાં બેથી ત્રણ વખત સોજો હોય તે જગ્યાએ માલિશ કરવી.

લીંબુ અને કાકડી પણ ભાગમાં આવેલા સોજાને દૂર કરે છે. બંને વસ્તુઓમાં સોજો ઓછો કરે તેવા ગુણધર્મ હોય છે. તેના માટે જ્યારે પણ તરસ લાગે ત્યારે લીંબુવાળું પાણી પીવું. આ સિવાય દિવસ દરમ્યાન કાકડીનું સેવન કરવું.

આદું પણ સોજા ઉતારવા માટે મદદરૂપ છે. જો પગમાં સોજા કાયમ માટે રહેતા હોય તો આદુનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. આ સિવાય આદુ ના રસ થી અથવા તો તેના તેલથી સોજાવાળી જગ્યાએ માલિશ કરવાથી પણ દુખાવો અને સોજો ઊતરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!