તમારા પીળા થઈ ગયેલા દાંત ફક્ત ચાર દિવસમાં હીરા જેવા ચમકતા કરવા હોય તો કરી લો આ કામ

કોઈપણ કારણને લીધે દાંત પીળા પડી જાય તો પછી તેને સફેદ કરવા મુશ્કેલ લાગે છે. જો દાંત પીળા હોય તો લોકોની સામે ખુલીને હસતા પણ સંકોચ અનુભવાય છે. પીળા દાંત ને સફેદ કરવા ખૂબ જ જરૂરી હોય છે જો આવું ન કરવામાં આવે તો દાંતમાં સમસ્યાઓ પણ થાય છે.

દાંતને સફેદ કરતી વિવિધ પ્રકારની toothpaste પણ બજારમાં મળે છે પરંતુ તેનાથી પણ ઝડપથી અને ધાર્યું પરિણામ મળી શકતું નથી. તેવામાં તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને દાંતની પીળાશને દૂર કરી શકો છો.

આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ જેને અપનાવીને તમે તમારા દાંતને ગણતરીના દિવસોમાં જ સફેદ મોતી જેવા કરી શકો છો. પીળા દાંત થવાનું મુખ્ય કારણ ધુમ્રપાન, તમાકુનું સેવન, વધારે પ્રમાણમાં ચા-કોફીનું સેવન કરવાનું હોઈ શકે છે. આ સિવાય મેટાબોલિઝમ સંતુલિત હોય તો પણ દાંત પીળા થાય છે.

પીળા દાંત તમારી પર્સનાલિટીને પણ ખરાબ કરે છે. જ્યારે દાંત પીળા પડી જાય છે તો ગમે તેટલી વાર બ્રશ કરો પરંતુ તેનાથી પીળાશ ઓછી થતી નથી. આવા સમયમાં તમે આ ઘરેલુ ઉપચાર કરીને દાંતની પીળાશને દૂર કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દાંત સફેદ કરવા માટે કેળા ની છાલ મદદ કરી શકે છે. તેના માટે કેળાની છાલના નાના ટુકડા કરી દાંત ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી મસાજ કરવી. ત્યાર પછી હૂંફાળા પાણીથી કોગળા કરી લેવા અને દાંત સાફ કરવા.

લીંબુનો ઉપયોગ કરીને પણ પીળા દાંતને સફેદ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટથી રોજ સાફ દાંત સાફ કરો. બે થી ત્રણ દિવસમાં જ તમને પરિણામ જોવા મળશે. લીંબુના રસ ઉપરાંત લીંબુની છાલ દાંત ઉપર ઘસવાથી પણ એક અઠવાડિયામાં દાંત સફેદ થઈ જાય છે.

દાંતની પીળામાંથી સફેદ કરવા માટે વિનેગર પણ ઉપયોગી છે. તેના માટે બ્રશ કર્યા પછી તમે કોગળા કરવાનું જે પાણી લેવો તેને હૂંફાળું ગરમ કરી તેમાં વિનેગર ઉમેરી ને કોગળા કરવા. તેનાથી થોડા દિવસોમાં દાંતની પીળાશ દૂર થવા લાગશે.

આ સિવાય સફરજનના સરકામાં જૈતૂનનું તેલ ઉમેરીને બ્રશ કરવાથી પણ દાંતની પીડા દૂર થાય છે. આજ રીતે સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવીને દાંત ઉપર બ્રશ કરવાથી દાંત ની પીડા દૂર થાય છે અને દાંત સફેદ બને છે. તમે સ્ટ્રોબેરીને પેસ્ટમાં બેકિંગ સોડા પણ ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!