ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો પણ 10 મિનિટમાં મટાડવાનો ઉપાય જાણી લો

 

આજના સમયમાં મોટાભાગના લોકો સ્ટ્રેસ થી પીડાતા હોય છે. વધારે પડતો તણાવ લેવાના કારણે લોકો અનેક રોગનો શિકાર થઈ જાય છે.. તેમાંથી જ એક રોગ છે માથાનો દુખાવો. માથાનો દુખાવો સામાન્ય બાબત લાગે છે પરંતુ હકીકતમાં એવું નથી. માથાના દુખાવાથી કોઈ કામ કરવામાં પણ મન લાગતું નથી અને શાંતિથી ઊંઘ પણ કરી શકાતી નથી.

ઘણા લોકોને માથાનો દુખાવો થોડા સમયમાં મટી જાય છે. પરંતુ કેટલાકને માથાનો દુખાવો થાય પછી એક બે દિવસ સુધી મટવાનું નામ લેતું નથી. આવી સ્થિતિમાં ડોક્ટર પાસે જવું પડે છે. ઘણી વખત આવો દુખાવો જીવલેણ સાબિત થઇ શકે છે. જોકે પેઇનકિલર દર વખતે માથાનો દુખાવો ઉતારવા ખાવી યોગ્ય નથી.

જો તમે નિયમિત માથાનો દુખાવો રહેતો હોય તો તેનાથી રાહત માટે દવા લેવી જ પડે છે. કારણ કે તેના લીધે કોઈ કામ કરી શકાતું નથી તેથી માથાનો દુખાવો ઉતરે તેવા પ્રયત્ન કરવા પડે છે.. જો તમને પણ વારંવાર માથાનો દુખાવો થતો હોય તો આજે તમને તેનો ઉપાય જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે માથાના દુખાવાની સમસ્યાથી પીડિત ઓછો તો આજે તમને એક ઘરગથ્થુ ઉપાય જણાવીએ જેને કરવાથી માથાનો દુખાવો દવા વિના દૂર થઈ શકે છે. માથાના દુખાવાની દવા જે રીતે અસર કરે એટલી જ ઝડપથી આ ઘરેલુ ઉપાય પણ અસર કરશે.

માથાનો દુખાવો દૂર કરવા માટે જે વસ્તુઓની જરૂર પડશે તે વસ્તુઓ પણ લેવા માટે તમારે બહાર નહીં જવું પડે. એટલે કે આ ઉપાયમાં એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે ઘરના રસોડામાં સરળતાથી મળી આવે છે. ઘરના રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે માથાનો દુખાવો દસ જ મિનિટમાં દૂર કરી શકો છો.

આ ઘરગથ્થુ ઉપચાર કરવા માટે એક ચમચી અજમા ની જરૂર પડશે. અજમાને તમારા ઉપર ધીમા તાપે થોડો શેકી લેવો. ત્યાર પછી એક સુતરાઉ કપડામાં આ અજમાને બાંધીને પોટલી બનાવી લેવી. અજમા ગરમ હોય ત્યારે જ તેની પોટલી બનાવી લો.

હવે આ અજમાને માથાનો દુખાવો હોય ત્યારે થોડી થોડી વારે સૂંઘતા રહેવું.. આ પોટલી થોડી થોડી વારે સુંઘતા રહેશો એટલે માથાનો દુખાવો થોડી જ મિનિટોમાં દૂર થઈ જશે.

આ ઉપાય એકદમ ઘરગથ્થુ છે અને તેના માટે ન તો તમારે કોઈ ખર્ચ કરવાનો છે કે નથી તેનાથી કોઈ આડ અસર થશે. તમારે બસ એટલી જ કાળજી રાખવાની છે કે અજમા ગરમ હોય ત્યારે જ તેની પોટલી બનાવીને તેને સુંઘવાની છે. જો અજમાના ઠંડા હશે તો તેની કોઇ અસર થશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!