વજનવધારો અને ડાયાબિટીસ કંટ્રોલ કરવા ગરમ પાણી સાથે લઈ લો

આપણા બધાના ઘરમાં એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે એલચીનો ઉપયોગ મીઠાઈમાં, ચામાં અને શાકમાં કરવામાં આવે છે જેથી આ વસ્તુઓનો સ્વાદ વધે. પરંતુ એલચીનો ઉપયોગ કરીને તમે સ્વાસ્થ્ય પર સુધારી શકો છો.

જો તમે રોજ હુંફાળા ગરમ પાણીમાં એલજી ઉમેરીને પીશો તો તમારા શરીરને ઘણા લાભ થશે. વર્ષો જૂની બીમારી ને પણ ગરમ પાણી અને એલચી પીવાથી દૂર કરી શકાય છે. એલચીમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જે શરીરને નિરોગી રાખે છે.

એલચી ગરમ પાણી સાથે લેવાથી સૌથી પહેલાં તો બ્લડ શુગર કંટ્રોલમાં આવે છે. એલચીમાં વિટામિન, મિનરલ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે જે સ્વાસ્થ્યને સારું રાખવા માટે ખૂબ જરૂરી છે. એલચી આ ફાયદા મેળવવા માટે તમારે તેનો નીચે જણાવેલી રીત મુજબ તેનો ઉપયોગ કરવો પડશે.

સૌથી પહેલા એક લીટર પાણીમાં પાંચ થી છ એલચી નાખીને તેને રાત્રે ઢાંકી રાખો. સવારે આ પાણી અને ઉકળવા માટે મૂકો. પાણી ઉકાળીને અડધું થઈ જાય પછી ગેસ બંધ કરી દો. હવે આ પાણીને ગાળીને દિવસમાં ત્રણથી ચાર વખત પીવું. તમે આ રીતે તૈયાર કરેલું પાણી પીશો તો તમને નીચે જણાવ્યા અનુસાર ના ફાયદા થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. આ પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ટાઈપ ટૂ ડાયાબિટીસ હોય તેમણે આ પાણી રોજ પીવું જોઈએ. તેનાથી ઇન્સ્યુલીન લેવલમાં વધારો થાય છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

2. આ પાણી રોજ પીવાથી પાચન સંબંધી સમસ્યા પણ દૂર થાય છે. ખાસ કરીને જે લોકો ને કબજિયાત રહેતી હોય તેમણે એલચીવાળું પાણી પીવું જોઈએ. તેનુ સેવન કરવાથી પેટ સાફ આવે છે.

3. વધારે વજનની તકલીફ હોય તો આ પાણી પીવાનું આજથી જ શરૂ કરી દો. તેનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને સાથે જ વજન પણ ઘટે છે.

4. એલચીના પાણીમાં જ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં જાય છે અને શરીરની ચરબીને ઓગાડે છે. સાથે જ શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

5. એલચીનું પાણી પીવાથી કોલેસ્ટેરોલ પણ કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ લેવલ કાબુમાં આવતા હૃદયરોગનું જોખમ રહેતું નથી. જે લોકોનું લોહી જાડું થતું હોય તેમણે પણ આ પાણી પીવું જોઇએ તેનાથી લોહી પાતળું રહે છે અને હાર્ટ એટેક આવતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!