અપચો, કબજિયાત અને આંતરડાનો કચરો દૂર કરવા કરી લો આ ઉપાય

આજના સમયમાં મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડું થઈ ગઈ છે. કલાકો સુધી બેસીને કામ કરવાના કારણે શારીરિક શ્રમનો અભાવ થઈ જાય છે. જેના પરિણામે વ્યક્તિ પેટના રોગ નો શિકાર બને છે. એકવાર સંબંધિત કોઈ રોગ થાય તો શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે.

કારણ કે દરેક રોગનું મૂળ પેટ જ હોય છે. પેટમાં ગયેલા ખોરાકનું પાચન બરાબર ન થાય તો શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી અને સાથે જ પેટમાં ગયેલું અનાજ સળવા લાગે છે જેના પરિણામે કબજિયાત, ગેસ, અપચો જેવી તકલીફ થાય છે. આજે તમને જણાવીએ કે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ થી તમે કેવી રીતે પેટના રોગોને દૂર કરી શકો છો.

પેટના રોગોને દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય કરી શકાય છે. આ ઉપાય સરળતાથી તમારી સમસ્યાઓને દૂર કરી દેશે અને આડઅસર પણ થશે નહીં.

ગેસ, કબજીયાત જેવી સમસ્યામાં વરીયાળી રામબાણ ઈલાજ સાબિત થાય છે. વરીયાળી મુખવાસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તમે વરિયાળી અને સાકર સાથે વાટીને ગરમ પાણી સાથે સૂતા પહેલાં લેશો તો તમારા શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો પેટમાં કૃમિ થયા હોય તો પણ તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. તેના માટે દાડમની છાલને તડકામાં સૂકવીને પાવડર બનાવી લેવું. આ પાવડરને દિવસમાં બે વખત પાણી સાથે લેવાથી પેટના રોગ અને કૃમિનો નાશ થાય છે.

પેટના રોગ ને એક જ દિવસમાં દૂર કરવા માટે અજમાનો પાવડર અને ગોળને સમાન માત્રામાં લઈને તેની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીનું સેવન કરવાથી પેટના બધા જ રોગ તુરંત મટે છે.

આંતરડામાં મળ જામી ગયો હોય તો લીમડાનાં પાનને વાટીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું. વસ્તુનું સેવન કરશો તો ઝાડા વાટે આંતરડામાં જામેલો મળ અને બેક્ટેરિયા બંને નીકળી જશે. આ સિવાય સલાડમાં ટામેટા ખાવા અને તેમાં મરી પાઉડર અને સિંધાલૂણ મીઠું ઉમેરવું.

વારંવાર અપચો થતો હોય તો જમવામાં લસણનો ઉપયોગ કરવો. લસણનો ઉપયોગ કરવાથી પેટના રોગ દૂર થાય છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પણ પેટના કૃમિ મટે છે તમે દિવસ દરમ્યાન તુલસીના પાનનો રસ પણ પી શકો છો.

જે લોકોની કબજિયાત વધારે રહેતી હોય તેમણે સલાડ વધારે પ્રમાણમાં લેવું જોઈએ. સલાડ ખાવાથી પેટ સાફ આવે છે. આ ઉપરાંત રાત્રે જમ્યા પછી થોડું ચાલવાની આદત રાખવી જેથી ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!