વૃદ્ધાવસ્થામાં થતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે ઘુટણ નો દુખાવો. આ દુખાવાને સંધિવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘુટણ ના દુખાવા ને તુરંત જ દૂર કરે તેમાં ઘરગથ્થુ ઉપાય વિશે આજે તમને વિગતવાર જાણકારી આપીએ.
રસોડામાં ઉપલબ્ધ મેથી ઘુટણ ના દુખાવા ને દૂર કરવામાં ખૂબ જ કામ લાગે છે. મેથી નો ઉપયોગ કરવાથી ઘુંટણનો દુખાવો તુરંત જ દૂર થાય છે.. તેના માટે મેથીના દાણાનું ચૂર્ણ બનાવીને સવારે તેમજ સાંજે ગરમ પાણી સાથે લેવાથી દુખાવાથી આરામ મળે છે.
અસહ્ય ઘુટણ નો દુખાવો હોય ત્યારે સરસવના તેલથી માલિશ કરવાથી પણ લાભ થાય છે. સરસવના તેલમાં બળતરા વિરોધી અને દુખાવો દૂર કરનાર ગુણ હોય છે. તે શરીરના કોઈપણ ભાગે આવેલો સોજો અને દુખાવો તુરંત જ ઓછો કરે છે. દુખતા ઘૂંટણ ઉપર તમે સરસવના તેલથી માલિશ પણ કરી શકો છો.
શક્તિવર્ધક અશ્વગંધા પણ આ પ્રકારના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. અશ્વગંધાના પાઉડરમાં સૂંઠ અને સાકરનો ભૂકો ઉમેરી ને આ મિશ્રણને દિવસમાં બે વખત એટલે કે સવારે અને સાંજે દૂધ સાથે પીવાથી ઘુટણ ના દુખાવા માટે છે. આ મિશ્રણ પીવું આર્થરાઈટિસના દર્દીઓએ માટે પણ લાભકારી છે.
હળદર પણ ઘુટણના દુખાવા થી તુરંત રાહત આપે છે. સરસવનું તેલ થોડું ગરમ કરી તેમાં હળદર અને ચૂનો ઉમેરીને ગરમ કરી લેવું. હવે આ પેસ્ટને ઘૂંટણ પર લગાવવી. પેસ્ટ લગાવ્યા પછી દુખાવામાં રાહત થશે. આ સિવાય રોજ હળદરવાળું દૂધ પીવાથી પણ દુખાવો મટે છે.
ઘુટણ ના દુખાવા માં તમે આદુનો ઉપયોગ કરશો તો તેનાથી પણ રાહત થાય છે. આદુ બળતરા વિરોધી અને દર્દ નિવારક હોય છે. ઘુટણ નો દુખાવો હોય ત્યારે આદુ પીવાથી પણ લાભ થાય છે.
લવિંગ એન્ટીબેક્ટેરિયલ અને પઈન રિલિવર તરીકે જાણીતું છે. તેનો ઉપયોગ ઘુટણ ના દુખાવા રોકવા માટે પણ કરી શકાય છે. લવિંગના તેલથી ઘૂંટણ પર માલિશ કરવાથી દુખાવો ઓછો થાય છે. આ સિવાય તમે લવિંગનો પાવડર કરી તેને પાણીમાં પલાળી પેસ્ટ બનાવીને ઘૂંટણ પર લગાવી શકો છો તેનાથી પણ દુખાવો મટે છે.