શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, નહીં તો કિડની ફેલ થઈ જશે

 

કિડની આપણા શરીરનું અતિ મહત્વનું અંગ છે. કિડની આપણા શરીરમાં ફિલ્ટર જેવું કામ કરે છે. જે શરીરની અશુદ્ધિઓને સાફ કરે છે અને તેનો નિકાલ કરે છે. જો કિડની માં કોઇ ખામી સર્જાય તો જીવન પર જોખમ ઊભું થાય છે. આજે તમને કેટલાક એવા લક્ષણો વિશે જણાવીએ જે સંકેત આપે છે કે તમારી કિડની ઉપર જોખમ ઊભું થયું છે. આ સંકેતો મળતા તુરંત સતર્ક થઈ જવું જોઈએ.

કિડની સંબંધી થતા આ સંકેતોને ઓળખી અને સમસ્યાનું નિદાન કરાવી સારવાર કરી લેવામાં આવેતો ભયંકર બીમારીથી બચી શકાય છે. સૌથી પહેલાં તો કિડનીમાં જ્યારે પણ સમસ્યા સર્જાય તો તેનો સૌથી પહેલો સંકેત પેશાબમાં જોવા મળે છે.

કિડનીમાં ખામી સર્જાઇ હોય તો પેશાબ વધારે પ્રમાણમાં પણ આવી શકે અને ખૂબ ઓછી માત્રામાં પણ આવે. આ સિવાય પેશાબમાં બળતરા થાય છે અને પેશાબ એકદમ ઘાટો થઈ જાય છે. જો આ લક્ષણ દેખાય તો તુરંત જ કિડનીની તપાસ કરાવવી જોઇએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કિડનીમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે. જેના કારણે કિડની આપણા શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢી શકતી નથી. પરિણામે આપણા શરીરમાં ટોક્સિન તત્વો એકઠા થવા લાગે છે.

જ્યારે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળતા નથી અને શરીરમાં જમા થવા લાગે છે ત્યારે શરીરના વિવિધ અંગો ઉપર સોજા ચડવા લાગે છે. જ્યારે આ રીતે અચાનક શરીરમાં સોજા દેખાવા લાગે તો સમજી જવું કે કિડનીમાં કોઈપણ પ્રકારની ખામી સર્જાય છે.

કિડની ફેલ થવાનો સંકેત વજનનો વધારો અને ઘટાડો પણ છે. જો શરીરનું વજન અચાનક વધી જાય અથવા તો ઘટવા લાગે તો તે કિડની ફેલ થવાનો સંકેત છે કારણ કે જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે તો વજનમાં ઘટાડો થવા લાગે છે.

કિડની આપણા શરીરમાં એક ખાસ પ્રકારનું હોર્મોન પણ ઉત્પન્ન કરે છે. હાર્મોન રક્તકણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કિડનીમાં ખામી સર્જાય તો આ હોર્મોનમાં ફેરફાર થાય છે પરિણામે શરીરમાં રક્તકણોની ખામી સર્જાવા લાગે છે. રક્તકણોની ઊણપના કારણે શરીરમાં નબળાઈ લાગવા લાગે છે.

ઘણી વખત કિડનીમાં થયેલા ચેપના કારણે મગજને પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી જેના કારણે વારંવાર ચક્કર આવવાની સમસ્યા પણ થાય છે. જો તમને પણ વારંવાર ચક્કર આવતા હોય તો સમજી લેવું કે તમારી કિડની ખરાબ થઈ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કિડનીમાં ખરાબી થઇ હોય તો પીઠ અને પડખામાં દુખાવો પણ રહે છે. આ સિવાય જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટે છે ત્યારે ગરમીની સિઝનમાં પણ વ્યક્તિને ઠંડી લાગે છે. આ લક્ષણો કિડની ખરાબ થયાનું ગંભીર લક્ષણ છે.

કિડની ખરાબ થઈ હોય તો આપણું રક્ત બરાબર શુદ્ધ થતું નથી. અને જ્યારે રક્ત શુદ્ધ ન હોય ત્યારે ત્વચાના વીકારો થવા લાગે છે. કિડની ખરાબ થાય તો ત્વચાના રોગ પણ થવા લાગે છે. એટલે કે ત્વચાના રોગ થવા પણ કિડની ખરાબ થઈ હોવાનો સંકેત છે.

જો શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ સાવધાન થઈ જવું જોઈએ. કિડની બરાબર કામ કરતી રહે તે માટે જરૂરી છે કે દિવસમાં ઓછામાં ઓછું 10થી 12 ગ્લાસ જેટલું પાણી પીવામાં આવે. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હશે તો કિડનીની કાર્યક્ષમતા પણ બરાબર રહેશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!