ફક્ત 2 દિવસમાં ગમે તેવી કબજિયાતને જડમૂળથી દૂર કરવી હોય તો કરો આ કામ

વિવિધ પ્રકારના સૂકામેવામાંથી અંજીર પણ એક છે. અને ડ્રાય ફ્રૂટ તરીકે ખાવામાં આવે છે અને તેની મીઠાઈ પણ બને છે. ભારતમાં અંજીરની મુખ્યત્વે ખેતી કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં થાય છે. અંજીરનું ફળ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જે અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે.

અંજીરને પાણીમાં કે દૂધમાં પલાળીને લેવાથી તે શરીરના અનેક રોગને દૂર કરે છે. અંજીરનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આજે તમને અંજીરનો આવો જ એક નુસખો જણાવીએ. આ નુસખો કબજિયાતની તકલીફ ને કાયમ માટે દૂર કરશે.

અંજીરમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. અંજીર ની તાસીર ગરમ હોય છે. જેને શરદી વધારે રહેતી હોય તેણે ચારથી પાંચ અંજીરને પાણીમાં પલાળી પછી તેનો ઉકાળો બનાવીને સવારે તેમજ સાંજે લેવો જોઈએ. આમ કરવાથી શરદી અને ફ્લૂ મટે છે.

અંજીરમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું એવું હોય છે. આ ફાઇબર પાચન માં સુધારો કરે છે. પાચનતંત્ર સુધારવા માટે રાત્રે ચાર અંજીરને પાણીમાં પલાળી દેવા. સવારે ખાલી પેટ આ અંજીર ખાઈ જવા. તેનાથી પાચન સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પલાળેલા અંજીર ખાવાથી સૂકી ઉધરસ પણ મટે છે. તેથી ઉધરસના દર્દીને અંજીર આપવું જોઈએ. અંજીરમાં રહેલા પોષક તત્વો ની પાતળી કરે છે અને ઉધરસથી આરામ આપે છે. અંજીરમાં રહેલા પોષક તત્વો કફને પણ શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સવારે ચાર અંજીરને દૂધમાં ગરમ કરીને ખાવાથી જોઈએ તેનાથી કફ મટે છે.

દૂધમાં પલાળેલું અંજીર ખાવાથી રક્ત પ્રવાહ વધે છે અને રક્ત સંબંધિત વિકાર પણ દૂર થાય છે. તેના માટે અંજીરને આખી રાત પાણીમાં પલાળી દેવું અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું.

પલાળેલા અંજીર ખાવાથી મહિલાઓની પ્રજનન ક્ષમતામાં પણ વધારો થાય છે. આ અંજીર પુરુષોની પ્રજનન ક્ષમતાને પણ વધારે છે. તેના માટે રોજ એક ગ્લાસ દૂધમાં ત્રણ અંજીર પલાળી રાખવા અને પછી ઉકાળીને તેનું સેવન કરવું.

જેને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તેના માટે પણ અંજીર લાભકારક છે. તેના માટે ચાર અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ખાલી પેટ આ અંજીર ખાઈને તે પાણી પી જવું તેનાથી બ્લડપ્રેશર ઘટે છે.

અંજીર કેલ્શિયમથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે. રોજ પાંચ અંજીરને રાત્રે દૂધમાં પલાળી તેને સવારે ખાઈ લેવાથી હાડકા મજબુત થાય છે. નિયમિત અંજીરને દૂધ સાથે લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!