કાળુ જીરૂ એક પ્રકારનું ગુણકારી મસાલો છે. તેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરવામાં આવે છે. તે સામાન્ય જિરા કરતા અલગ હોય છે. તેની તાસીર ગરમ હોવાથી શિયાળો દરમિયાન તેનો ઉપયોગ વધારે થાય છે. આજે તમને જણાવીએ કે આ જીરાનો ઉપયોગ કરીને તમે કઈ કઈ બીમારીઓથી બચી શકો છો.
કાળા જિલ્લામાં અનેક ઔષધીય ગુણ હોય છે. તેમાં પોષક તત્વો, વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તેનું સેવન કરવાથી શરીર નું અનેક બીમારીઓ સામે રક્ષણ થાય છે.
કાળા જીરાનું સેવન કરવાથી શરીરમાંથી રક્તની ઊણપ દૂર થાય છે. જો શરીરમાં આયરનની ખામી હોય તો લોહીની ઉણપ સર્જાય છે. તેવામાં કાળા જીરાનું સેવન કરવાથી શરીરમાં નવું રક્ત બને છે અને એનિમિયા નામનો રોગ દૂર થાય છે.
કાળા જિરામાં એવા તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના કોષોને બનતા અટકાવે છે. તેનું સેવન કરવાથી કેન્સરની બીમારીથી લડવામાં મદદ મળે છે.
કાળાજી રહેલા પોષક તત્વો શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને રોગ સામે લડવાની શરીરની ક્ષમતા વધારે છે. તેનું સેવન કરવાથી ખાધેલો ખોરાક ઝડપથી પચે છે.
કાળા જીરામાં એવા તત્વો હોય છે જે શરીરના બ્લડ શુગરને ઓછું કરે છે અને ડાયાબિટીસની બીમારીથી મુક્તિ અપાવે છે. ડાયાબિટીસના દર્દીઓએ કાળા જીરા નો ઉપયોગ અચૂક કરવો જોઈએ.
જે લોકોનું વજન સતત વધતું હોય તેવો કાળા જીરાનો ઉપયોગ કરી શકે છે. તેમાં રહેલું ફાઇબર શરીરને ઊર્જા આપે છે અને વારંવાર ભૂખ લાગવાની સમસ્યાથી મુક્તિ અપાવે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને સંક્રમણથી બચાવે છે.