કમરમાં ગાદી ખસી ગઈ હોય કે દુખાવો થતો હોય તો કરો આ ઉપાય

આપણા શરીરમાં અલગ-અલગ પ્રકારના 200થી વધુ હાડકા હોય છે. શરીરની સંપૂર્ણ રચનામાં હાડકા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શરીરની રચનામાં હાડકા ન હોય તો કોઈપણ અંગ બરાબર કામ કરી શકતું નથી.

તેવામાં જો તમે લાંબા સમય સુધી એક આ સ્થિતિમાં બેસી રહો, વાંકા વળીને લાંબા સમય સુધી કામ કરો, ભારે સામાન ઉચકો ત્યારે શરીરમાં દુખાવો રહે છે. ખાસ કરીને કમરના ભાગમાં દુખાવો વધારે રહે છે. જો આ સમસ્યાની સારવાર સમયસર કરવામાં ન આવે તો સ્થિતિ ગંભીર બની જાય છે.

આજે તમને આ પ્રકારના દુખાવાને દૂર કરતાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ. આ ઉપચાર તમે ઘરબેઠા આરામથી કરી શકો છો અને તેની તમને કોઈ આડઅસર પણ થશે નહીં. આ ઉપાય કરવાથી પહેલી વાત તો કે તુરંત જ તમને આરામ મળી જશે અને બીજી વાત કે તમારી સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

જો કમરની ગાદી ખસી ગઈ હોય અને દુખાવો રહેતો હોય તો અસરગ્રસ્ત જગ્યા ઉપર ગરમ પાણીનો શેક કરવો. આ સિવાય તમે બરફથી શેક પણ કરી શકો છો. ઠંડુ કે ગરમ કોઈપણ પ્રકારનું શેક કરવાથી કમરનો દુખાવો અને પીઠનો દુખાવો મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને વર્ષોથી ઘૂંટણનો કે સાંધાનો દુખાવો હોય તો આ ઉપાય અચુક થી અજમાવો. આ ઉપાય કરવા માટે હળદર અને ચુનાને મિક્સ કરી તેમાં એક ચમચી પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવી લો. થોડી જ મિનિટોમાં તમને દુખાવાથી આરામ મળવા લાગશે.

ગાદી ખસી ગઈ હોય અને કમરમાં દુખાવો રહેતો હોય તો જટામાસી ના મૂળ નો પાવડર બનાવીને તેની પેસ્ટ કમર પર લગાડવાથી દુઃખાવો દૂર થાય છે. જટામાસી માં એવા ગુણ હોય છે જે દુખાવાથી તુરંત જ રાહત આપે છે.

તમે જટામાસીના મૂળની ચા બનાવીને પણ પી શકો છો. તેના માટે જટામાસી ના મૂળને પાવડર બનાવી તેને પાણીમાં નાખીને ઉકાળો. આ ઉકાળાનું સેવન દિવસમાં ત્રણથી ચાર વખત કરવું. આવું કરવાથી ઝડપથી દુખાવો મટે છે.

શરીરનો કોઈપણ રોગ હોય તેનાથી મુક્તિ ગૌમુત્ર અપાવી શકે છે. આજ રીતે શરીરના દુખાવાને દૂર કરવા હોય તો ગૌમૂત્રમાં દિવેલ નું તેલ ઉમેરીને તેનું સેવન કરવાથી દુખાવા દૂર થાય છે. દિવેલાના તેલમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ દુખાવાથી રાહત મળે છે.

મેથી પણ અનેક બીમારીઓને દૂર કરનાર છે દુખાવાથી રાહત મેળવવા માટે મેથીના દાણા ની પેસ્ટ બનાવીને દુખતો હોય તે ભાગ ઉપર લગાડો. આ પેસ્ટને લગાવીને તેના ઉપર કોઈ કપડું બાંધી દો. થોડી જ મિનિટોમાં તમને દુખાવાથી રાહત અનુભવાશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!