માથાનો દુખાવો એક સામાન્ય બીમારી છે. ચિંતા, થાક અને ઉજાગરાના કારણે થાય છે. ઘણી વખત ગેસ એસિડિટી જેવી પેટની તકલીફોને કારણે પણ માથું દુખે છે.
પરંતુ જો કોઈ વ્યક્તિને માઈગ્રેન હોય તો તે ગંભીર બીમારી છે. માઇગ્રેન ના કારણે દુખતું માથું હોય કે સામાન્ય દુખાવો તેને સહન કરવું મુશ્કેલ છે. માથાનો દુખાવો હોય તો શાંતિથી ઊંઘ પણ કરી શકાતી નથી.
માથાના દુખાવાથી કંટાળીને મોટાભાગે લોકો પેઇનકિલર ખાઈ લેતા હોય છે. પરંતુ આજે તમને માથાનો દુખાવો પાંચ જ મિનિટમાં મટાડી દે તેવો ઘરેલુ ઉપચાર જણાવીએ..
માથું કોઈ પણ કારણે દુખતું હોય તો તેના માટે આયુર્વેદમાં દર્શાવેલા ઉપાયો કરવાથી દુખાવાથી તુરંત રાહત મળે છે. તો ચાલો તમને જણાવીએ કે માથાનો દુખાવો દૂર કરવા માટે કયા ઉપચાર કરી શકાય.
જો પેટમાં ગેસ ના કારણે માથામાં દુખાવો હોય તો આ ઉપાય કરવો. તેના માટે એક ગ્લાસ ગરમ પાણી લઇને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પી જવું. આ પાણી પીવાથી તુરંત જ ફાયદો થાય છે.
જો સવારે ઊઠ્યો ત્યારે માથું દુખતું હોય તો ખાલી પેટ હોય ત્યારે જ આ પાણી મધ ઉમેરીને પી જવું. આ સિવાય માથાનો દુખાવો દૂર કરવા માટે સૌથી સરળ ઉપાય છે તેલથી માથામાં માલિશ.
જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે નાળિયેરનું અથવા તો સરસવનું તેલ લઈને માથામાં માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે. આ માલિશ માથાની ચારેબાજુ અને ગરદન પર પણ કરવાની છે.
આ સિવાય જો તમે રાત્રે મોડે સુધી જાગો છો અને સવારે વહેલા જાગી જાવ છો એટલે કે તમારી રોજની ઊંઘ અધુરી રહે છે તો પણ તમને માથાનો દુખાવો થઇ શકે છે.
આ કારણથી જો માથું દુખતું હોય તો રોજની ઊંઘ બરાબર પૂરી કરતા જાઓ. ઊંઘ પુરી કરી લેવાથી માથાનો દુખાવો દૂર થઈ જશે. આ સિવાય માથાનો દુખાવો હોય તો ઓશીકું હંમેશા નરમ રાખવું.
જો ગરમીના કારણે માથાનો દુખાવો થતો હોય તો ચંદનનો લેપ બનાવીને માથા પર લગાડવો. તેના માટે ચંદન માં પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરીને તેના કપાળ ઉપર લગાવી દેવી. આ પેસ્ટ લગાવ્યા પછી શાંતિનો અનુભવ થશે અને દુખાવાથી રાહત થઈ જશે.
માથાનો દુખાવો મટાડવા માટે આદુનો ઉપયોગ પણ કરી શકાય છે.. તેના માટે આદુને પીસી અને પેસ્ટ બનાવી લો હવે તેમાં થોડો ફુદીનો પણ ઉમેરો હવે આ મિશ્રણને માથા પર લગાવો. તમે ફુદીનાની ચા પીને પણ માથાના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો.
માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે પાણીમાં તુલસીના પાન લઈને ઉકાળી લેવા. ત્યાર પછી પાણી ને ગાળીને પી જવું.
માઇગ્રેન ના કારણે માથું દુખતું હોય તો પાંચ લવિંગને તવા પર શેકી અને કપડામાં બાંધીને તેની સુગંધ લેવાથી માથામાં દુખાવો મટે છે. સફરજન ના સરકામાં નમક ઉમેરીને લેવાથી માથાનો દુખાવો તુરંત જ મટે છે.
હાથીભાઈ જો તમને માઈગ્રેન હોય અને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય તો લેપટોપની સામે લાંબા સમય સુધી બેસીને કામ કરવું નહીં. થોડી થોડી વારે આંખને આરામ આપવા એક્સરસાઇઝ કરી લેવી.