ગરમીની શરૂઆત થઈ જાય એટલે લોકોની કેટલીક આદતો બદલી જાય છે. જેમાં સૌથી પહેલી આદત પડે છે ઠંડુ પાણી પીવાની. લોકો બહારથી આવે એટલે સીધું ફ્રીજ ખોલી અને ઠંડું પાણી ગટગટાવી લે છે. કારણ કે લોકોને જૂના સમયના ફ્રીજ એટલે કે માટલાંના પાણીનો ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે ખબર હોતી નથી.
માટલામાં ભરેલું પાણી પણ ઠંડું હોય છે અને તેને પીવાથી શરીરને લાભ પણ ઘણા થાય છે. જ્યારે તેની સરખામણીમાં ફ્રીજનું પાણી પીવાથી શરીરને ઘણા રોગ થાય છે. આજના સમયમાં નવી પેઢીને આ વાતની ખબર હોતી નથી. માટલાનું પાણી પીવાથી શરીરના 10 જેટલા રોગ તો દવા વિનાશ દૂર થવા લાગે છે.
આજે તમને જણાવીએ કે માટલાંનું પાણીને પીવાથી શરીરના કયા કયા લાભ થાય છે. એવા તો તમે પણ જાણતા હશો કે માટીના ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. જ્યારે માટલું બને છે તો માટીના માટલામાં પણ ભળી જાય છે. એટલે જ માટી માં લખેલું પાણી પીવાથી પાણીનો પણ ઔષધીય ગુણ ભળી જાય છે.
ઉનાળામાં માટલા માં રાખેલું પાણી પીવાથી શરીરની વિવિધ બિમારીઓ દૂર થાય છે. માટીથી બનેલા માટલા અને અન્ય વાષણમાં તેના પ્રાકૃતિક તત્ત્વો જળવાઈ રહે છે. જે તત્વ પાણીમાં ભળીને શરીરને પણ લાભ કરે છે.
સૌથી પહેલાં લાભ તો એ થાય છે માટલાનું પાણી પીવાથી શરીરને ઊર્જા મળે છે. આપણી શરીરને ઠંડક આપે છે અને સાથે જ ઔષધીય ગુણો પણ પ્રદાન કરે છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં પીએચ લેવલ સંતુલિત રહે છે. જેના કારણે એસિડીટી અને પેટના દુખાવાથી મુક્તિ મળે છે.
તેની સરખામણીમાં ફ્રીઝમાં રાખેલું ઠંડું પાણી પીવાથી થોડીવાર માટે તો સારું લાગે છે પરંતુ તેનાથી ગળાની સમસ્યાઓ થાય છે. તેના સામે માટલાનું પાણી પીવાથી ગળા સંબંધિત સમસ્યાઓ થતી નથી અને જો ગળું ખરાબ હોય તો તે પણ સાફ થઈ જાય છે.
ફ્રીઝમાં રાખેલું પાણી ઠંડુ લાગે છે પરંતુ તેની તાસીર ગરમ હોય છે. આ પાણી પીવાથી પેટમાં બળતરા કબજિયાત થાય છે. જ્યારે માટલા માં રાખેલા પાણી માં કુદરતી રીતે ઠંડક હોય છે. જેનું સેવન કરવાથી સંતોષ મળે છે અને સાથે જ શરીરને શીતળતા મળે છે.
જે વ્યક્તિ નિયમિત રીતે માટલાનું પાણી પીવે છે તેની રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી પુરુષોની પુરુષત્વ શક્તિ પણ વધે છે. માટલાનું પાણી પીનાર વ્યક્તિને લુ પણ લાગતી નથી.
જ્યારે ઉનાળા દરમિયાન શરીરનું તાપમાન વધી જાય ત્યારે ચક્કર આવવાની તકલીફ થાય છે. પરંતુ જો તમે માટલાનું પાણી પીતા હશો તો ક્યારેય તમને ચક્કર ની તકલીફ. માટીના વાસણમાં રહેલા પાણીમાં કુદરતી રીતે મિનરલ્સ વધારે હોય છે જે શરીરમાં જઈ અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે.
ગર્ભવતી મહિલાઓએ માટલાનું પાણી પીવું જોઈએ. તેનાથી શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાતી નથી અને સાથે જ ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ પણ સારી રીતે થાય છે.