આજના સમયમાં આકર્ષક દેખાવ નું મહત્વ વધારે છે. તેના કારણે બે લોકોનને સમસ્યા વધારે થાય છે. એક કે જે લોકો નું વજન વધારે હોય. અનેક બીજા એ લોકો જેનું વજન જરૂર કરતાં ઓછું હોય.. એટલે કે એવા લોકો જે દુબળા-પાતળા હોય.
શરીરનું વજન જરૂર કરતાં ઓછું હોય તે પણ એક સમસ્યા છે. જે એકદમ દુબળા હોય છે તેની પણ લોકો મજાક ઉડાવતા હોય છે. આથી જ આવા લોકોના શરીરમાં શક્તિનો પણ અભાવ હોય છે. તેઓ બરાબર ખોરાક ખાઈ શકતા નથી પરિણામે તેમના શરીરમાં તાકાત જ હોતી નથી. આવા લોકોએ વજન વધારવું જરૂરી છે.
શરીર ની ઊંચાઈ પ્રમાણે વજન ન હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. વધારે પડતું દુબળું શરીરની અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. તેથી આવા લોકોએ પોતાના ખોરાકમાં ફેરફાર કરીને એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે શરીરને શક્તિ આપે. આજે આવા લોકોની ચિંતા દૂર કરી દઈએ અને તમને જણાવીએ કે તેમણે એવું શું ખાવું કે જેનાથી વજન વધે.
જો તમારું વજન ખૂબ જ ઓછું હોય તો તમે ઘી અને ખાંડ નું સેવન શરૂ કરો. આ વસ્તુઓ વજન વધારવામાં મદદ કરે છે. બંને વસ્તુમાં ફેટ અને કેલેરીનું પ્રમાણ સારું એવું હોય છે.
તેથી તેનું સેવન જમ્યા પહેલા અડધી કલાક પહેલા કરવું. તેના માટે એક ચમચી ઘી અને એક ચમચી ખાંડને મિક્સ કરીને ખાઈ લેવી. તેનાથી ભૂખ પણ વધારે લાગે છે જેથી તમે પેટ ભરીને જમી શકો છો.
રોજ કિસમિસ ખાવાથી પણ વજન વધે છે. તેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. વજન વધારવા માટે રાત્રે એક વાટકી પાણીમાં કિસમિસ અને અંજીર પલાળી દેવા. સવારે આ બન્ને વસ્તુ નું સેવન ખાલી પેટ કરી જવું.
વજન વધારવા માટે કેળાનો ઉપયોગ પણ કરી શકાય છે. દૂધમાં કેળા અને ખાંડ મિક્સ કરીને ખાવાથી શરીરને જરૂરી કેલેરી મળે છે અને વજન સરળતાથી વધે છે. દૂધ કેળા ખાવાથી શરીરને ઉર્જા પણ મળે છે.
જે લોકોનું વજન ઓછું હોય તેમણે દિવસ દરમિયાન બધા મગફળી સહિતના ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આવા ડ્રાયફ્રૂટ્સ માં પણ કેલરી અને ફેટ વધારે હોય છે. જે વજન વધારવામાં મદદ કરે છે. બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ.
વજન વધારવા માટે ચણા પણ અત્યંત ઉપયોગી છે. ચણાનો ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે વજન વધારે છે. પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ આવે છે.
જે લોકોનું વજન વધારવું હોય અને શરીરમાં શક્તિ લાવવી હોય તેમણે રોજ એક ઈંડું ખાવું જોઈએ. ઈંડું ખાવાથી શરીર મજબૂત બને છે.