રાત્રે આ વસ્તુ પલાળીને ખાઈ લો મેદસ્વિતા, હૃદયરોગ અને ચામડીની તમામ સમસ્યાઓ માં મળશે રાહત

બદામ ખાવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. બધા પોષક તત્વો, એન્ટિઓક્સિડન્ટ, વિટામિન બી2 અને કોપર નો ઉત્તમ સ્ત્રોત છે. એટલે જ તો માથું પોતાના બાળકોને બદામ અચુક ખવડાવે છે.

પરંતુ માત્ર બાળકો માટે નહિ પરંતુ વયસ્ક લોકો પણ જો રોજ એક મુઠ્ઠી બદામનું સેવન કરે તો તેમને ઘણી બીમારીઓથી મુક્તિ મળી શકે છે. રોજ એક મોટી બદામનું સેવન કરવાથી વધતું વજન અટકે છે, હૃદયની સમસ્યાઓ દૂર થાય છે, શરીરનો થાક અને આળસ દૂર થાય છે. બદામમાં ફાઇબર પ્રોટીન અને ફેટ મળી આવે છે જે શરીરને યોગ્ય રીતે કામ કરતું રાખે છે.

પરંતુ કાચી બદામ ખાવાને બદલે જો તમે પલાળેલી બદામ ખાઓ છો તો તેના લાભ બમણા થઈ જાય છે. આજે તમને જણાવીએ કે રાત્રે પાણીમાં પલાળેલી બદામ સવારે ખાવાથી શરીરની કઈ-કઈ સમસ્યાઓ દૂર થાય છે અને શરીર ને કેટલા લાભ થાય છે.

1. આજના સમયની સૌથી મોટી સમસ્યા છે વધતું વજન. શરીરમાં મેદસ્વિતા હોય તો એક કરતાં વધુ બીમારી થઇ શકે છે. જે લોકો વધારે વજનનો શિકાર હોય તેમણે પલાળેલી બદામ નું સેવન કરવું જોઈએ. પલાળેલી બદામ મા ફાઇબર વધારે હોય છે જે ભૂખને શાંત કરે છે. તેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને વજન વધતું અટકે છે. આ ઉપરાંત તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે ફ્રી રેડિકલ્સને દૂર કરે છે જે તેનાથી વધતી ઉંમરની અસર પણ શરીર અને ત્વચા પર દેખાતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું હોવું જોઈએ અને ગુડ કોલેસ્ટ્રોલ સારા એવા પ્રમાણમાં હોવું જોઈએ. કારણ કે બેડ કોલેસ્ટ્રોલ હાર્ટને નુકસાન કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ફાયદો કરે છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો ધમનીઓ બ્લોક થાય છે અને લોહી રદય સુધી પહોંચી શકતું નથી તેના કારણે હાર્ટઅટેક પણ આવી શકે છે. આવી સ્થિતિમાં પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હાર્ટ હેલ્ધી રહે છે.

3. પલાળેલી બદામ ખાવી હાઈબ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ લાભકારી છે. પલાળેલી બદામ ખાવાથી લોહીમાં આલ્ફા ટોકોકેરોલ વધે છે જે બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. તેના માટે એક વાટકી પાણીમાં એક મુઠ્ઠી બદામ રાત્રે પલાળી દેવી અને સવારે છાલ ઉતારીને તેનું સેવન કરવું. આ રીતે બદામ ખાવાથી શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને કંટ્રોલમાં રહે છે જેના કારણે ડાયાબિટીસની સમસ્યા પણ થતી નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!