આ ઉપાયથી ચરબીની ગાંઠ ઓપરેશન વગર દૂર થઈ જશે

 

ઘણા લોકોને શરીર ઉપર ગાંઠ દેખાતી હોય છે. આ પ્રકારની ગાંઠ શરીરમાં ચરબીના કારણે પણ થતી હોય છે. આમ તો શરીર પર કોઈ પણ ગાંઠ દેખાય તો તુરંત જ ડોક્ટરી તપાસ કરાવી લેવી. કારણ કે ઘણી વખત ઘાટ કેન્સરનું કારણ પણ હોય છે.. પરંતુ આવું ખૂબ જ ઓછું બને છે.

મોટાભાગે શરીરની અંદર કે બહાર થતી ગાંઠ ચરબીની હોય છે. જો તમે આવી ઘટનાને લઇને ડોક્ટર નો સંપર્ક કરો તો તે તમને ઓપરેશન કરવાની સલાહ આપશે. પરંતુ આજે તમને ઓપરેશન વિના ઘરગથ્થુ ઉપચારથી ગાંઠ કેવી રીતે દૂર કરવી તેના વિશે જણાવીએ.

ચરક ઋષિ એ આ સમસ્યા માટે કેટલાક ઉપાયોનું વર્ણન કર્યું છે. આ ઉપાયો કરવાથી ઓપરેશન વિના ઘરબેઠા ગાંઠ દૂર કરી શકાય છે. ગાંઠને ઓપરેશન વિના દૂર કરવા માટે સૌથી પહેલા જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમને વાયુ, પિત્ત અને કફની સમસ્યા કાયમી રહેતી હોય તે લોકોને આવી ગાંઠ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને બ્લડ-પ્રેશર અથવા તો બ્લડ શુગર હોય તેમને પણ આવી ગાંઠ થાય તે શક્યતા વધારે છે.

તેવામાં જો તમને પણ ગાંઠ હોય તો ખોરાકમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. જેમ કે શરીરમાં ગાંઠ દેખાય તો સૌથી પહેલા ખોરાકમાંથી ખાંડ અને મીઠાને ઓછું કરવું.

આ સિવાય બહારનું ખાવાનું અને મેંદા નો ઉપયોગ બંધ કરવો જરૂરી છે. તેનું કારણ છે કે મેંદો પ્રમાણમાં ચીકણો હોય છે જે શરીરની અંદર જઈને આંતરડામાં ચોટી જાય છે. જેના કારણે શરીરમાં ચરબી બનવા લાગે છે.

આ સિવાય ચરબી ની ગાંઠ ની તકલીફ હોય તો રિફાઈન્ડ તેલ અને ઘી નો ઉપયોગ પણ બંધ કરવો જોઈએ. આ બંને વસ્તુને બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ગાંઠની સમસ્યાને વધારી શકે છે.

જેમને વધારે વજનની સમસ્યા હોય તેણે ઉપરોક્ત વસ્તુઓ ખાવાથી પરેજી રાખવી જોઇએ.. આ વસ્તુ ખાવાનું ટાળશો તો ચરબી ની ગાંઠ બનતી બંધ થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય ગાંઠને ઓપરેશન વિના જ દૂર કરવા માટે રોજ સવારે 15 મિનિટ પ્રાણાયામ અને 15 મિનિટ કપાલભાતિ પ્રાણાયામ કરો. ૩૫મિનિટ આ બંને પ્રાણાયામ કરવાથી શરીરની ગાંઠ ઓછી થવા લાગે છે.

આ સિવાય સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ તેનાથી પણ ગાંઠ ની સમસ્યા દૂર થાય છે. ઉપવાસ દરમિયાન પ્રવાહી લેવાનું રાખવું જેથી શરીરમાંથી કચરો બહાર નીકળી જાય અને પેટ detox થાય.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!