આ ઉપાયથી સવારે ઉઠતાવેંત જૂનામાં જૂની કબજિયાત ગાયબ થઈ જશે

કબજિયાતને મોટાભાગના લોકો ગંભીરતાથી લેતા નથી પરંતુ આ સમસ્યા હોય તો તેને દુર કરવી ખૂબ જ જરૂરી છે. આ સમસ્યા અન્ય સમસ્યાને આમંત્રણ આપનારી છે.

કબજિયાતના દર્દી દરેક ઘરમાંથી એક તો મળી જ આવે. કબજિયાત જેને વર્ષોથી રહેતી હોય તેને શરીરમાં ઊર્જાનો અભાવ, અશક્તિ અને અન્ય બીમારીઓ પણ રહે છે.

જો કબજિયાતનો ઈલાજ લાંબા સમય સુધી કરવામાં આવે નહીં તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. અને સાથે જ તેનાથી વ્યક્તિ હોસ્પિટલના બીછાને પણ પહોંચી શકે છે.

તેવામાં આજે તમને જણાવીએ દવા વિના કબજિયાતથી મુક્તિ મેળવવાના ઘરેલું અને 100 ટકા અસર કરતાં ઉપાયો વિશે. આ ઉપાયો તેની અસર પણ 12 કલાકમાં દેખાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. સવારે ખાલી પેટ એક કપ હુંફાળા ગરમ પાણીમાં અડધું લીંબુ અને કેસ્ટર ઓઈલ એક ચમચી ઉમેરીને લેવાથી 10થી 15 મિનિટમાં જ પેટ સાફ આવે છે. આ સિવાય તમે દૂધ કે ચામાં પણ કેસ્ટર ઓઈલ ઉમેરીને પી શકો છો.

2. બીલીનું ફળ પણ કબજિયાતને તુરંત દુર કરે છે. તેના માટે બીલીના ફળનો ગર્ભ લઈ તેમાં ગોળ ઉમેરી અને રાત્રે જમતા પહેલા લેવાથી કબજિયાત દૂર થાય છે. બીલીનું શરબત પીવાથી પણ પેટના રોગમાં રાહત થાય છે.

3. કબજિયાત ઘણા સમયથી રહેતી હોય તો રાત્રે આ ઉપાય કરવો. તેના માટે રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી એરંડીયું ઉમેરી પી જવું. સવારે પેટ સાફ તો આવશે જ પરંતુ સાથે જે તેનાથી આંતરડામાં જામેલો મળ પણ દુર થઈ જશે.

4. રોજ રાત્રે અળસીના બીને એક ગ્લાસ હુંફાળા દૂધ સાથે લેવાથી પેટ સવારે સાફ આવી જાય છે. રોજ સવારે ખાલી પેટ નાળિયેરનું પાણી પીવાથી પણ થોડીવારમાં પેટ સાફ આવે છે.

5. જેને વર્ષોથી કબજિયાત હોય તેણે રોજ રાત્રે સૂતા પહેલા 2 ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું જોઈએ. તેનાથી કબજિયાત જળમૂળથી દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. મધનું સેવન કરવાથી પણ કબજિયાત મટે છે. મધમાં લેક્સટીવ ગુણ હોય છે જે કબજિયાતને મટાડે છે. તેનાથી શરીરનો કચરો સાફ થાય છે. સવારે મધનું સેવન ખાલી પેટ કરવું જોઈએ. રાત્રે પણ મધને દૂધ સાથે લઈ શકાય છે.

7. આંતરડામાંથી જૂના મળને સાફ કરવા માટે એક ચમચી મુલેઠીના ચૂર્ણમાં ગોળ ઉમેરી પીવાથી કબજિયાતની સમસ્યા મટે છે. આ સિવાય પાકા ટામેટાનો રસ પીવાથી પણ આંતરડા સાફ થાય છે.

8. અંજીરને રાત્રે પાણીમાં પલાળી અને સવારે ચાવીને ખાવા અને પછી હુંફાળુ ગરમ દુધ પીવાથી કબજિયાતની તકલીફમાંથી કાયમી મુક્તિ મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!