મફતમાં મળતી આ વસ્તુ ડાયાબિટીસ અને ખરતા વાળ માટે ઉપયોગી

મીઠો લીમડો એવી વસ્તુ છે જે શાક સાથે ફ્રીમાં મળે છે. આ વસ્તુનો ઉપયોગ વઘારમાં કરવામાં આવે છે અને તેનાથી ભોજનનો સ્વાદ વધે છે. ખાસ કરીને ગુજરાતી વાનગીઓમાં તો લીમડાનો વધારે ખાસ થાય છે. ભોજનમાં સ્વાદ અને સુગંધ આપતો મીઠો લીમડો વિટામિન બી2, વિટામિન બી6, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા વિટામિનથી ભરપુર હોય છે.

મીઠો લીમડો ભોજનનો સ્વાદ વધારે છે એટલું જ નથી. મીઠા લીમડાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દુર કરી શકાય છે. મીઠો લીમડો ત્વચા, વાળ અને શરીરના રોગો માટે લાભકારી છે. જો કે આ વાતથી 80 ટકા લોકો અજાણ હોય છે. તો આજે તમને જણાવીએ કે મીઠો લીમડો કેવી રીતે સ્વાસ્થ્યને સુધારી શકે છે.

ખરતાં વાળ, ખોડો, પિગમેટેંશનની સમસ્યાને દુર કરવા માટે મીઠો લીમડો ઉપયોગી છે. તેના માટે નાળિયેરના તેલમાં મીઠા લીમડાના પાન ઉમેરી બરાબર ઉકાળો. પાન કાળા થઈ જાય અને તેલ લીલું થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠુંડુ પડે એટલે તેને બોટલમાં ભરી લો. ત્યારબાદ આ તેલનો ઉપયોગ કરો. આ સિવાય મીઠા લીમડાના પાનને દહીંમાં ઉમેરી વાળમાં લગાવી શકો છો.

ત્વચાની તકલીફો દુર કરવા માટે નહાવાના પાણીમાં 1 કલાક માટે મીઠા લીમડાના પાન પલાળી રાખવા અને પછી તેનાથી સ્નાન કરવું. મીઠા લીમડાના ઉપયોગથી સફેદ વઆળ પણ કાળ થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબીટીસ હોય તેમના માટે પણ મીઠા લીમડાના પાન લાભકારી છે. તેમાં ફાયબર ઈન્સુલીન હોય છે જે સ્વાસ્થ્ય સુધારે છે. મીઠો લીમડો બ્લડ સુગરને કંટ્રોલમાં કરે છે. તેમાં ફોલિક એસિડ પણ હોય છે જે એનિમિયાને દુર કરે છે.

વાળને મુલાયમ બનાવવા માટે મીઠા લીમડાનું માસ્ક પણ બનાવી શકાય છે. તેના માટે મીઠા લીમડાના પાનનો પાવડર 2 ચમચી, 1 ચમચી કેલિન માટી અને 2 ચમચી નાળિયેરનું તેલ લઈ બધી વસ્તુઓને મિક્સ કરો. તેને વાળમાં લગાવો અને 30 મિનિટ પછી વાળ સાફ કરી લેવા. વાળ સોફ્ટ અને મુલાયમ થઈ જશે.

મરડો થયો હોય તો મીઠા લીમડાના પાનનો રસ લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી ઉમેરી આ શરબતમાં જીરું અને મીઠું ઉમેરી પીવાથી મરડો મટે છે.

લીવર માટે પણ લીમડો લાભકારી છે. જો દારુ પીવાથી લીવર ખરાબ થયું હોય તો લીમડાના પાનનો ઉપયોગ કરવો. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ ઉપરાંત લીમડો શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને પણ દુર કરે છે. જેના કારણે હાર્ટ સંબંધિત સમસ્યાઓ મટે છે.

મીઠો લીમડો વજન પણ ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની ચરબી દુર થાય છે. જો કોઈ ઈજા થઈ હોય કે ઘા થયો હોય તો તેના પર પણ લીમડાનો ઉપયોગ કરવાથી રુઝ ઝડપથી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!