આ ફળ છે અમૃત સમાન, બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી નાખશે

  • કોઠું ખાવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. તે સ્વાદમાં ખાટું, તૂરું અને કડવું હોય છે. પરંતુ તેની પ્રકૃતિ ઠંડી હોવાથી તે કામ શક્તિ વધારે છે, પિત્તને શાંત કરે છે કરે છે.

તેમાં કેલ્શિયમ અને ક્ષારો હોય છે જે અરુચિ, કફ, શ્વાસ ઉધરસ વગેરે મટાડે છે. આ સિવાય પણ આ ફળમાં કેટલાક એવા ગુણ હોય છે જે શરીરના સ્વાસ્થ્યને સારું કરે છે.

કોઠા નું સેવન કરવાથી પેટને લગતી દરેક સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી આંતરડા માં જામેલો મળ નીકળી જાય છે અને આંતરડા સાફ થાય છે જેના કારણે કબજિયાત, અપચો, અલ્સર જેવી તકલીફ મટે છે.

કોઠા નું સેવન કરવાથી ઉનાળામાં લૂ લાગવાથી બચી શકાય છે. લૂ થી બચવા માટે કોઠાના માવાને મસળી ને તેમાં થોડું પાણી અને સાકર ઉમેરીને પીવાથી ગરમીથી રાહત મળે છે. આમાં ગોળ મેળવીને તેની ચટણી બનાવીને પણ ઉપયોગમાં લઇ શકાય છે તેનાથી અપચો મટે છે.

કોઠાના બી હદયરોગ તેમજ માથાના દુખાવાની તકલીફમાં થી રાહત આપે છે. કોઠાનો રસ પણ પિત્ત, કફ, ઊલટી, હેડકી જેવી તકલીફોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી કોઈપણ પ્રકારનો તાવ હોય તો તે દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોઠામાં દહીં ઉમેરીને ખાવાથી મરડો મટે છે. જો જમ્યા પછી તરત જ ઊલટી થઈ જતી હોય તો કોઠામાં મરી, સુંઠ અને પીપરીમૂળ નાંખીને દરદીને ખવડાવવાથી ઊલટી બંધ થાય છે. જો હેડકી બંધ થતી ન હોય તો કોઠાના કુમળા પાનને સુંઘવાથી હેડકી તુરંત જ બંધ થઈ જાય છે.

મહિલાઓને થતા પ્રદર રોગમાં પણ કોઠા નું ચૂર્ણ ફાયદો કરે છે. કોઠાના ચૂર્ણને મધ સાથે આપવાથી લાભ થાય છે.. આ સિવાય પાકા કોઠાના ગર્ભમાં ગોળ અને પાણી ઉમેરીને શરબત બનાવી પંદર દિવસ સુધી પીશો તો હરસ મટી જશે.

કાનમાં દુખાવો થતો હોય તો કોઠાના પાનને વાટીને તેનો રસ કાઢી કાનમાં નાખવાથી દુખાવો દૂર થાય છે. અરુચિ રહેતી હોય તો કોઠામાં કોથમીર ફુદીનો ગોળ નાખીને ચટણી બનાવી જમવાના અડધો કલાક પહેલાં લેવાથી અરૂચિ મટે છે.

બીપીની તકલીફ થી છુટકારો મેળવવા માટે કોઠા નું સેવન કરવું જોઈએ તેનાથી શરીરમાં જામેલું કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!