એસિડિટી અને પેટની ગરમીથી છુટકારો અપાવી દેશે આ વસ્તુ

 

ગુલકંદ નો ઉપયોગ સામાન્ય રીતે પાન સાથે કરવામાં આવે છે. પરંતુ ગુલકંદ ને તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દવા તરીકે લઈ શકો છો. ગુલાબ ના પાન થી બનતુ ગુલકંદ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.. ખાસ કરીને ગરમીના દિવસોમાં ગુલકંદ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

ગુલકંદ ગુલાબની પાંદડીમાંથી બનતું હોવાથી તેનું સેવન કરવાથી માથાથી લઈને પગ સુધી ની સમસ્યાઓ દૂર થઇ શકે છે. જેમ કે શરીરની નબળાઈ, એસીડીટી, અનિંદ્રા, ચહેરાની સમસ્યાઓ વગેરે દૂર થાય છે. ગુલકંદમાં એવા ઘણા ગુણ હોય છે જે શરીરના ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે..

ગુલકંદ નો ઉપયોગ કરીને શરીરના બધા જ અંગો અને સ્વસ્થ રાખી શકાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરને મજબૂત બનાવે છે. તેના સેવનથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ, બ્લેકહેડ્સ અને કરચલીઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આહાર શૈલી બદલે એટલે પેટને લગતી સમસ્યાઓ સૌથી વધારે થાય છે. જેમાં એસીડીટી સૌથી સામાન્ય છે. આ ઉપરાંત પેટમાં બળતરા ખાટા ઓડકાર પણ ઘણી વખત થાય છે.. જો આ સમસ્યા હોય તો ભોજન સમયે ગુલકંદ લેવાનું રાખો.

ગુલકંદ સેવન કરવાથી એસિડિટી, પેટમાં બળતરા, ખાટા ઓડકાર મટે છે. ગુલકંદ શરીરનું રક્ષણ બેક્ટેરિયાથી કરે છે. જે લોકોને એસીડીટી લોહીમાં ભળી ગઈ હોય તેમને દૂધ સાથે રોજ ગુલકંદ પીવું જોઈએ.

સ્ટ્રેસના કારણે જો તમને રાત્રે ઊંઘ આવતી ન હોય તો તેની અસર તમારા ચહેરા અને શરીર પર દેખાવા લાગશે. આવી સ્થિતિમાં માનસિક ચિંતાને દૂર કરી અને બરાબર ઊંઘ લાવવા માટે પણ ગુલકંદ ઉપયોગી છે.

સ્ટ્રેસ દૂર કરવા ઈચ્છતા હોય તો રાત્રે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવાનું શરૂ કરો. ગુલકંદ પીવાની શરૂઆત કરશો એટલે રાત્રે મીઠી ઊંઘ આવશે.

ગુલકંદ ઘરે બનાવવું પણ એકદમ સરળ છે. તેના માટે ગુલાબ ના પાન ને સાફ કરીને તેમાં સાકર ઉમેરીને બરાબર વાટી લેવું.. હવે આ મિશ્રણને એક કાચની બરણીમાં ભરી લો. થોડા દિવસ તેને તડકામાં રાખો અને થોડા થોડા દિવસે હલાવતા રહો. થોડા જ દિવસોમાં તમારું ગુલકંદ ઉપયોગ માટે તૈયાર થઇ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!