આ શાક હૃદય મજબૂત બનાવી વજન ઉતારવામાં છે ઉપયોગી

 

બજારને શાકભાજી તો ઘણા બધા મળતા હોય છે પરંતુ ઘરમાં કેટલાક શાકનો ઉપયોગ થતો નથી. ઘણા શાકભાજી એવા હોય છે જે ખૂબ જ ભાવે છે અને કેટલાક એવા હોય છે જેનો સ્વાદ લીધો હોતો નથી.

આવું જ એક શાક છે પરવળ. પરવડ નો ઉપયોગ ખૂબ ઓછા લોકો કરે છે. પરંતુ આજે તમને પરવળના લાભ વિશે જણાવશો એટલે ચોક્કસથી તમે તેનો ઉપયોગ શરૂ કરી દેશો.

પરવડ એવું શાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આ શાકભાજી શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે. કેમકે જે લોકોને ડાયાબિટીસ હોય અને વર્ષોથી દવાઓ લેતા હોય તેમણે પરવળનું શાક ખાવું જોઈએ. તેમાં રહેલા ગુણો શરીરમાં બ્લડ શુગર કંટ્રોલમાં કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટીસમાં પરવળ ગુણકારી છે તે અંગેનું પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવ્યો હતો. 28 દિવસ સુધી જે ઉંદરે પરવળ ખાધા હતા તેમનું બ્લડ શુગર લેવલ ઓછું જોવા મળ્યું હતું.

પરવળ ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે જેના કારણે પાચનક્રિયા સુધરે છે અને ભૂખ વધે છે. આ સાથે જ તેમાં એન્ટી અલ્સર પ્રભાવ હોય છે જે પેટના અલ્સરને દૂર કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી પણ કાયમી મુક્તિ મળે છે.

જેનું કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે પરવળનું સેવન કરવું જોઈએ. પરવળનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે જેના કારણે હાર્ટ પ્રોબ્લેમ થતા નથી. જે પણ થાય છે તેના ઉપર હાર્ટ અટેક, સ્ટ્રોક જેવી સમસ્યા થવાનું જોખમ ઘટી જાય છે.

કમળાના દર્દી માટે પણ પરવળ લાભકારી છે.. પરવડ માં એવા તત્વ હોય છે જે કમળા સામે લડવામાં શરીરને મદદ કરે છે.

જે લોકોને માદક દ્રવ્યોનું વ્યસન હોય છે તેઓને અનેક પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો રહેતી હોય છે. તેવામાં પરવળ નું સેવન કરવાથી આ સમસ્યાઓ દૂર થાય છે. ચરક સંહિતામાં જણાવાયું છે કે પ્રવલના પાન અને ફળનો ઉપયોગ આલ્કોહોલિક ના નશાને દૂર કરવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેમાં રહેલા ગુણ રક્તને શુદ્ધ કરે છે જેના કારણે ત્વચાના રોગ દૂર થાય છે અને શરીરમાં રક્ત શુદ્ધ થાય છે..

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!