૩૦ વર્ષની ઉંમર પછી શરીરમાં કોઈને કોઈ સમસ્યા થતી રહે છે. આ ઉંમર પછી સૌથી વધારે હાડકાં સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને સંધિવા શરીરના સાંધામાં સોજા પગ માં દુખાવા વગેરે વધારે સતાવે છે.
આ પ્રકારના દુખાવા થવાનું મુખ્ય કારણ શરીરમાં વધેલું યુરિક એસિડનું પ્રમાણ હોય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો અસહ્ય દુખાવો થાય છે અને કેટલીક વખત સાંધા પર ગાંઠ બનવા લાગે છે.
આજે તમને યુરિક એસિડ ઘટાડવા માટેના ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. યુરિક એસિડ રસાયણ હોય છે જે શરીરમાં નિયંત્રિત માત્રામાં હોય તો તકલીફ થતી નથી પરંતુ જો તેનું પ્રમાણ વધી જાય તો તે શરીરમાં ગંઠાવા લાગે છે. ધીરે-ધીરે તેના કોણ સાંધામાં એકત્ર થવા લાગે છે. આવું થાય છે ત્યારે અસહ્ય દુખાવો થાય છે. યુરિક એસિડ વધી જાય તે સ્થિતિને ગાઉટ પણ કહેવાય છે.
સૌથી પહેલાં તો જણાવી દઈએ કે જ્યારે આપણા ખોરાકમાં કઠોળ, મશરૂમ, ચોકલેટ, કોફી, ચા વગેરે વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે ત્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે. યુરિક એસિડ ઘટે તે માટે જરૂરી છે કે રોજ ત્રણ લિટર પાણી પીવામાં આવે.
આ ઉપરાંત ભૂલથી પણ રાત્રે દૂધ કે દાળ નું સેવન કરવું નહીં. આ ઉપરાંત જમતા જમતા ક્યારેય પણ પાણી પીવું નહીં.
આયુર્વેદ અનુસાર અજમાનું સેવન કરવાથી યુરીક એસીડની માત્રા શરીરમાં ઘટે છે. આ ઉપરાંત બેકિંગ સોડા પણ શરીરમાં યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી પણ યુરિક એસિડનું પ્રમાણ ઓછું થાય છે.
યુરિક એસિડ ઘટાડવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી તજનો પાવડર, એક ચમચી અર્જુન ની છાલ નો પાવડર ઉમેરીને બરાબર ઉકાળો, કુકડી જાય પછી તેને ગાળીને તે હૂંફાળું હોય ત્યારે પી જવું. તેનાથી યુરિક એસિડ ની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જમવાની સાથે છાશ પીવાથી પણ યુરિક એસિડનું પ્રમાણ ઘટે છે.