આ વસ્તુથી સાંધાના દુખાવા અને કબજિયાત બધું જ મટી જશે

જ્યારે અથાણાની સીઝન આવે ત્યારે બજારમાં કેરડા જોવા મળે છે. કેરડા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે ઉપયોગમાં લેવાય છે. તે દેખાવમાં નાના ગોળાકાર ફળ હોય છે.

તે આમ સ્વાદમાં કડવા હોય છે પણ તેનું અથાણું બનાવવામાં આવે તો તે ખાટા-મીઠા થઈ જાય છે. સૂકા પ્રદેશમાં થતાં કેરડાને હળદર અને મીઠામાં પલાળીને તેનું અથાણું બનાવવામાં આવે છે.

કેરડાનું અથાણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં જણાવાયું છે કે કેરડામાં વિટામિન્સ અને જરૂરી પોષક તત્વો હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી સાંધાના દુખાવા મટે છે. આ ઉપરાંત તે વાયુને દૂર કરનાર પણ છે.

કેરડાનું સેવન કરવાથી હૃદય મજબૂત થાય છે. કેરડાનું અથાણું નિયમિત ખાવાથી સાંધાના દુખાવા, કમરના દુખાવા માટે છે. તેનાથી દાંતનો દુખાવો પણ દૂર થાય છે. માત્ર કેરડાનું ફળ જ નહીં તેના ફૂલ પણ ચાવીને ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ફળ ખાવાથી કબજિયાત એસીડીટી ગેસ જેવી પેટની સમસ્યાઓ દૂર થાય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ અને ઉધરસમાં પણ ફાયદો થાય છે. જો કોઈ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તેમાં પણ કેરડા ઉપયોગી છે. જેને ઉતારવા માટે કેરડાના મુળને વાટીને જ્યાં ડંખ હોય ત્યાં લગાડી દેવું. ઝેરની અસર દૂર થાય છે.

જો તમારે પણ આ સિઝનમાં કેરડાનું અથાણું બનાવીને તેના લાભ લેવા હોય તો સૌથી પહેલા કેરડા ને ખાટી છાશ માં પલાળી રાખો. ત્યાર પછી તેમાં હળદર અને મીઠું ઉમેરીને પંદર દિવસ સુધી તેને છાશમાં ડૂબાડી રાખો. આમ કરવાથી તેની કડવાશ દૂર થઈ જશે. 15 દિવસ પછી તેમાંથી પાણી કાઢીને તેને કપડા ઉપર સૂકવી દો.

હવે આ કેરડામાં એક ચમચી રાઈના કુરિયા, હળદર, હિંગ ઉમેરીને બરાબર હલાવો. ત્યાર પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી તે ઠંડું પડે પછી તેમાં રેડી દો. તેલ રેડ્યા પછી તેમાં થોડું લીંબુ નીચોવીને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!