તાંદળજાની ભાજી શરીરને લાભ કરતા લીલા શાકભાજીમાં મોખરે આવે છે. તેનું સેવન કરવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે.
જેમને કફ, પિત્ત, ઉધરસ, ડાયાબિટીસ જેવી બીમારી હોય તેમણે આ ભાજી જરૂર ખાવી જોઈએ. આ ભાજીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરે છે.
જે લોકોને પેટની ગરમી ના કારણે માથામાં દુખાવો, ખરતા વાળ, આંખોમાં બળતરા જેવી તકલીફ હોય તેમણે આ ભાજી જરૂરથી ખાવી તમને પહેલી વારમાં જ ફરક પડી જશે. આ સિવાય એસિડિટી પિત્ત કબજિયાત જેવી તકલીફમાં પણ તાંદળજાની ભાજી ખાવી જોઈએ.
તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના રોગો પણ મટે છે અને ત્વચા પર પડતી કરચલીઓ દૂર થાય છે. તાંદળજાની ભાજી ખાવાથી રક્ત સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે તે લોહીને શુદ્ધ કરે છે અને ત્વચા પર થયેલી ફોડલીઓ, ખંજવાળને દૂર કરે છે.
તાંદળજાની ભાજીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેથી તેનું સેવન કરવાથી વજન વધતું નથી. ડાયાબિટીસના દર્દીઓને પણ આ ભાજી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ બાજીમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે સ્નાયુઓને મજબૂત કરે છે અને શરીરમાં થતા નાના મોટા વિકારને દૂર કરે છે.
તાંદળજાની ભાજી ખાવાથી આંતરડા માં ચોટલો મળ પણ સાફ થઈ જાય છે. તેનું સેવન કરવાથી જૂનામાં જૂની કબજિયાત પણ મટી જાય છે.