દવા વગર ડાયાબિટીસની મટાડવી હોય તો કરી લો આ ઉપાય

ડાયાબિટીસ એક ભયંકર રોગ છે. તેની સારવાર સમયસર કરવી જરુરી છે. જો સમયસર તેને કંટ્રોલમાં કરવામાં આવે તો તેનાથી થતી જીવનજોખમી આડઅસરથી બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ સૌથી પહેલા તો આહારનું સંતુલન જાળવવું જોઈએ.

આહાર એવો લેવો જોઈએ જે પોષકતત્વોથી ભરપુર હોય. આ સિવાય કેટલાક ઉપાયો પણ કરી શકાય છે જે ડાયાબિટીસને કાયમ માટે દૂર કરી શકે છે. ચાલો જણાવીએ એ ઉપાયો વિશે.

1. 1 લીટર પાણીમાં 80 ગ્રામ પાકા જાંબુ ઉમેરી ઢાંકણ ઢાંકી 15 મિનિટ સુધી તેને ઉકાળો, પાણી અડધુ થઈ જાય પછી તેને કપડાથી ગાળી લેવું અને પછી તેના ત્રણ ભાગ કરી અને દિવસમાં 3 વખત પીવું. આ પાણી ડાયાબીટીસમાં તો લાભ કરે છે પરંતુ સાથે જ પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટાડે છે અને લીવરને કાર્યક્ષમ બનાવે છે.

2. કારેલા પણ ડાયાબિટીસના દર્દી માટે લાભકારી છે. તેમાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે. તેનાથી રક્તમાં ભળેલી શર્કરા ઘટે છે. તેનો રસ સવારે ખાલી પેટ પીવાથી લાભ થાય છે. આ સિવાય જાંબુના ઠળિયાનો ગર્ભ 1 ગ્રામ લઈ તેને પાણી સાથે દિવસમાં 2 વખત 15 દિવસ લેવાથી ડાયાબિટીસ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. 200 ગ્રામ જાંબુના ઠળિયા, 50 ગ્રામ લીમડાનો ગળો, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ લઈ તેને જાંબુના રસમાં ઘુંટી સુકાવી પાવડર કરી લેવો. આ ચૂર્ણ સવારે અને સાંજે પાણી સાથે લેવાથી ડાયાબીટીસ મટે છે.

4. લીમડાના કુણા પાન રોજ ચાવીને ખાવાથી ડાયાબિટીસથી છૂટકારો મળે છે. સાથે જ રક્ત વાહિનીઓનો અવરોધ દુર થાય છે.

5. કુણાં કારેલાને છાયામાં સુકવી અને વાટી લેવા. પછી 10 ગ્રામ સવારે અને સાંજે એક મહિના સુધી લેવાથી પેશાબમાં વહી જતી સાકર બંધ થાય છે. કાળોનો રસ પીવાથી પણ ડાયાબિટીસમાં લાભ થાય છે.

6. રોજ રાત્રે 15 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ સવારે તેને હાથથી મસળી અને પીવાથી ડાયાબિટીસ ઓછું થાય છે.

7. જાંબુના ઠળિયા, મામેજવો, લીમડાની આંતરછાલ, હરડે, બહેડા અને આમળા સરખાભાગે લઈ ને સવારે તેમજ સાંજે લેવાથી ડાયાબિટીસ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

8. હળદરના ગાંઠિયાને પીસી અને ઘીમાં શેકી સાકર સાથે રોજ લેવાથી ડાયાબિટીસ અને બીજા પ્રમેહમાં લાભ થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!