ત્વચા પર થતી ધાધર જેને રીંગવોર્મ પણ કહેવાય છે. જેમાં ત્વચાપર નાના નાના લાલ રંગના દાણા થઈ જાય છે અને ખંજવાળ આવે છે તેનો આજે અકસીર ઈલાજ તમને જણાવીએ. આ સમસ્યા મોટાભાગે ગળામાં, કમર, પગ અને ગુપ્તાંગ પાસે થાય છે.
જ્યારે શરીરમાં ધાધર થાય છે તો તે ઝડપથી મટતી નથી અને તેને સહન કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. જેમ જેમ તેને ખંજવાળો તેમ તેમ ખંજવાળ વધે છે. આજે તમને આ સમસ્યાનો કાયમી અને ઝડપથી અસર કરતો ઈલાજ જણાવીએ.
સૌથી પહેલા તો એ વાત જાણવી જરૂરી છે કે ધાધર આપણી ભુલોના કારણે થાય છે. જ્યારે આપણે ભીના કપડા પહેરીએ છીએ, સાફ સફાઈનો અભાવ હોય છે ત્યારે ધીરેધીરે આ સમસ્યા વધવા લાગે છે. આ સારવાર માટે આજે તમને એવા ઈલાજ વિશે જણાવીએ જે દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે અને આ અસર કાયમી હોય છે.
આ પ્રકારની સમસ્યા અને ખંજવાળને દુર કરવા માટે લીંબુ સૌથી અસરકારક ઈલાજ છે. લીંબુમાં જે એસિડીક તત્વો હોય છે તે ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે.
તેના માટે લીંબુના રસમાં રુ પલાળી ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવી દો. થોડીવાર તેને ત્યાં રહેવા દો અને પછી તે સુકાઈ જાય એટલે તેને સાફ કરો. દિવસમાં 2, 3 વખત આમ કરવાથી રીંગવોર્મ દુર થાય છે.
એલોવેરામાં પણ ત્વચાના રોગ દુર કરતા ગુણ હોય છે. તે એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ ધરાવે છે તેનાથી ત્વચાના રોગ દુર થાય છે. તેમાં વિટામીન ઈ હોય છે જે ત્વચાની ડ્રાયનેસ દુર કરે છે અને ખંજવાળમાંથી તુરંત રાહત આપે છે. જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં એલોવેરા જેલ લગાવવી 15 મિનિટ સુધી રાખી મુકો પછી તેને પાણીથી સાફ કરો.
ખંજવાળના દુશ્મન તુલસીના પાન અને કપૂર પણ છે. તેના માટે તુલસીના પાનને વાટી તેની પેસ્ટ બનાવી અને તેમાં નાળિયેર તેલ ઉમેરી ખંજવાળની જગ્યા પર લગાવો. ત્યારબાદ પાણીથી તેને સાફ કરી દો.
ત્વચા પર થયેલી ફોડલીઓ દુર કરવા માટે બેકિંગ સોડા પણ ઉપયોગી છે. તેના માટે 4 ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી પેસ્ટ બનાવી ખંજવાળ આવતી હોય ત્યાં લગાવો અને 10 મિનિટ પછી તેને સાફ કરો.
ત્વચાના વિકાર લોહીના વિકારનું પણ કારણ હોય શકે છે તેથી આ પ્રકારની સમસ્યા હોય ત્યારે 25 ગ્રામ લીમડાના રસમાં પાણી ઉમેરી રોજ સવારે પી જવાથી લોહીના વિકાર સાથે ત્વચાની સમસ્યા દુર થાય છે. તેનાથી ધાધર પણ મટે છે.