ઘરે બેઠા ગોઠણના દુખાવા અને ગમે તેવા સોજા મટાડવા કરી લો આ ઉપાય

જેમ જેમ લોકો આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે તેમ દિનચર્યા બેઠાડું થવા લાગી છે. ટેકનોલોજી અને આધુનિક જીવનશૈલીમાં મોટાભાગના લોકોનું કામ કલાકો સુધી ખુરશી ટેબલ પર બેસીને કરવાનું થઈ ગયું છે. જેના કારણે શારીરિક શ્રમ નહિવત થાય છે. આ સ્થિતિમાં પગ અને હાથના દુખાવા ગોઠણમાં દુખાવા અને સોજાની સમસ્યા સૌથી વધુ થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિને પગનો દુખાવો કે પગમાં સોજા ની તકલીફ રહેતી હોય તો તેને દૈનિક કાર્યોમાં ખૂબ જ સમસ્યા થાય છે. ચાલવાથી લઈને બેસવા સુધીની ક્રિયાઓમાં અસહ્ય દુખાવો સહન કરવો પડે છે. આ સમસ્યા એવી છે કે જેની સારવાર પણ ઝડપથી કરવી પડે છે નહીં તો સ્થિતિ વધારે ગંભીર થઈ જાય છે.

આજે તમને આ સમસ્યાના સો ટકા અસરકારક આયુર્વેદિક ઉપચાર જણાવીએ. આ ઉપચાર કરવાથી પગના દુખાવા અને સોજા ની તકલીફ કાયમ માટે દૂર થઈ જશે.

આ ઉપચાર કરવા માટે તમારે બહાર જવાની પણ જરૂર નથી. તમે આ ઉપચાર ઘર બેઠા અને કોઈપણ પ્રકારના ખર્ચ વિના કરી શકો છો. કયા કયા છે આ ઉપાય જાણી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. પગના સોજા ને દુર કરવા માટે ગાજર ના બીજને પાણીમાં પલાળીને તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળો ઠંડો થાય પછી તેને પી જવો.

2. પગનો દુખાવો અસહ્ય હોય તો તુરંત રાહત માટે એક ટુવાલને અથવા તો નેપકીન ને ગરમ પાણીમાં પલાળીને દુખતી જગ્યા પર બાંધી દો. આ રીતે શેક કરવાથી પગના દુખાવામાં રાહત મળે છે.

3. પગનો દુખાવો અને સોજો ઘણા દિવસથી હોય અને મટવાનું નામ ન લેતો હોય તો બટાકાને ગોળ આકારમાં કાપીને પાણીમાં ઉકાળી લો. પાણી બરાબર ઉપડી જાય પછી બટેટાને સોજો આવ્યો હોય તે જગ્યા ઉપર મૂકો. આ રીતે તો ઝડપથી દૂર થાય છે. તમે કાળા મરીને માખણમાં ઉમેરીને લેશો તો પણ પગના દુખાવામાં આરામ મળશે.

4. સૂકા ધાણાનો ઉપયોગ કરીને પણ પગના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. સૌથી પહેલા ધાણાને પાણીમાં મિક્ષ કરીને ગેસ ઉપર ઉકાળો અને ગરમ કરો. પાણી ચોથા ભાગનું બાકી રહે ત્યાં સુધી તેને ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો. હવે આ પાણી ઠંડુ થઈ જાય પછી તેમાં મધ ઉમેરી ને તેનું સેવન કરો.

5. વર્ષો જૂની પગની સમસ્યા હોય તો એક ગ્લાસ દૂધમાં હળદર અને સાકર મિક્ષ કરીને રોજ પીવાનું રાખો. દૂધ માંથી કેલ્શિયમ મળે છે અને હળદર બેક્ટેરિયલ તત્વ ધરાવે છે જેના કારણે હાડકાં મજબૂત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. ગરમીની સિઝનમાં મળતા તરબૂચ નો ઉપયોગ કરવાથી પણ દુખાવો મટે છે. તેના માટે તરબૂચના બીજ અને તડકામાં સૂકવીને તેનો પાઉડર બનાવી લેવો. આપણને પાણીમાં પલાડી પછી તેને ફિલ્ટર કરીને પીવાથી દુખાવાથી રાહત મળે છે.

7. ઓલિવ ઓઈલમાં લસણની કળીને શેકી લેવી. હવે આ તેલથી હાથ અને પગના દુખાવા પર માલિશ કરવાથી રાહત મળે છે. દુખાવો વધારે હોય તો પાણીમાં હળદર ઉમેરીને પીવાનું પણ રાખવું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!