ગળામાં દુખાવો કે ઈન્ફેકશન થઈ જાય તો હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. ગળામાં દુખાવાની શરુઆત થાય કે ખાવા-પીવાનું અને બોલવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. આ દુખાવો ગળામાં ઈન્ફેકશન, ગળામાં સોજો, ગળામાં પડેલા ચાંદા અને ઈજાના કારણે થાય છે.
આમ તો આ તકલીફમાં લોકો દવા લેતા હોય છે પરંતુ દવા કરતાં પણ ઝડપથી અસરકારક એવો ઉપાય આજે તમને જણાવીએ. આ ઉપાય કરવામાં એકદમ સસ્તો છે અને 100 ટકા અસરકારક છે. તેને કરવા માટે તમને ઘરમાંથી વસ્તુઓ મળી રહેશે.
ગળામાં બળતરા હોય તો તેના માટે ડુંગળીનો ઉપયોગ કરો. તેના માટે એક ગ્લાસ પાણીમાં થોડો ડુંગળીનો રસ, કાળા મરીનો પાવડર અને તુલસીના પાનનો રસ ઉમેરીને ઉકાળી રાબ બનાવો. આ રાબ દિવસમાં ત્રણ વખત પીવાથી બળતરા મટે છે.
ગળામાં આવેલા સોજાને દુર કરવા માટે લસણનો ઉપાય કરી શકાય છે. તેના માટે લસણની કળીને કાચી ચાવીને ખાવી અથવા તો તેનો રસ કાઢી પી લેવો. તેનાથી ગળાનો સોજો મટે છે.
ગળાનો દુખાવો દુર કરવા માટે ધાણા ચાવવા. જ્યાં સુધી સમસ્યા મટે નહીં ત્યાં સુધી દર 3 કલાકે ધાણા ચાવી લેવા. તેનાથી ગળાનો દુખાવો મટે છે.
ગળામાં સોજાના કારણે દુખાવો રહેતો હોય તો ગરમ પાણીમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરી પીવાથી દુખાવો મટે છે. લીંબુમાં રહેલું એસિડ ગળાના બેક્ટેરિયાને દુર કરી બળતરા મટાડે છે. જો ગળું સુકાયેલું રહેતું હોય તો શેતૂરની ચાસણી પીવી જોઈએ.
સતત દુખતા ગળાથી રાહત મેળવવા માટે હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી દિવસમાં 7થી 8 વખત કોગળા કરવા. તેનાથી દુખાવો મટે છે.
એપલ સેડર વિનેગરમાં મધ ઉમેરી દિવસમાં 2 વખત પીવાથી ગળાના બેક્ટેરિયા દુર થાય છે. ઘઉંના જુવારા પણ ગળાની તકલીફ મટાડે છે. તેના માટે જુવારાના રસથી 5 મિનિટ સુધી કોગળા કરવા.
આ સિવાય આદુથી પણ બળતરા મટે છે. તેના માટે પાણીમાં બે નાના ટુકડા આદુના ઉકાળો અને પછી તે પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરી તેનું સેવન કરો.
ગળામાં દુખાવો વધારે હોય તો નીલગિરીનું તેલ પાણીમાં ઉમેરી તેના વડે નાસ લેવી. ગળામાં ઈજા થઈ હોય તો મૂળાના રસમાં તેટલું જ પાણી ઉમેરી મીઠું ઉમેરી તેનાથી કોગળા કરો.