આ ફળ શરીરની તમામ નબળાઈઓ દૂર કરી નાખશે, શરીર તાકાતવર થઈ જશે

ઉનાળામાં અથાણાની સીઝન દરમિયાન ગુંદા બજારમાં મળવા લાગે છે. દરેક ગુજરાતીના ઘરમાં સીઝન દરમિયાન ગુંદાનું અથાણું બને જ છે. જો કે મોટાભાગના લોકો ગુંદાનું અથાણું તો ખાય છે પરંતુ તેમને તેનાથી થતા લાભ વિશે ખબર હોતી નથી. તો આજે તમને જણાવીએ કે ગુંદાનું સેવન કરવાથી કયા કયા લાભ થઈ શકે છે. ગુંદામાં કેલ્શિયમ, ફોસ્ફરસ ભરપુર હોય છે.

તે ચીકણા, કડવા અને તુરા હોય છે. પરંતુ તે પિત્ત દુર કરનાર છે કારણ કે તેની પ્રકૃતિ ઠંડી છે. ગુંદા ઈંડા કરતાં પણ 10 ગણા વધારે પૌષ્ટિક છે. એટલે કે જે લોકો ઈંડા નથી ખાતા તે લોકો ગુંદા ખાઈને સ્વાસ્થ્ય સુધારી શકે છે.

ગુંદામાં આર્યન ભરપુર પ્રમાણમાં હોય છે. તેનાથી શરીરની લોહીની ઊણપ દુર થાય છે. તેનો ઉપયોગ કરીને પગના સોજા અને દુખાવા પણ દુર કરી શકાય છે. તેના માટે ગુંદાની છાલ કાઢી અને કપૂરના મિશ્રણ સાથે સોજેલા અંગ કે દુખાવા પર લગાવો.

ગુંદાથી બનેલા લાડુ ખાવાથી શરીરની સ્ફુર્તિ વધે છે. અને નબળાઈ દુર થાય છે. તેનાથી શરીરની શક્તિ વધે છે. જો અછબડા થયા હોય અને તેના કારણે શરીર પર ડાઘ થયા હોય તો તેને દુર કરવા માટે ગુંદાના પાનનો ઉપયોગ કરવો. તેનો રસ લગાવવાથી ત્વચા પરના ડાઘ અને ફોડલીઓ દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરમાંથી આળસ દુર કરી સ્ફુર્તિ લાવવી હોય તો ગુંદા ખાવાનું શરુ કરી જ દો. તેનું સેવન કરવાથી મગજ તેજ થાય છે. તેમાં રહેલું આયર્ન શરીરમાં લોહી વધારે છે. અનિંદ્રાની તકલીફ હોય તેણે ગુંદાના પાવડરમાં ગોળ ઉમેરી રાત્રે સૂતા પહેલા લેવાથી ઊંઘ સારી આવે છે.

રક્તપિત્તના રોગીઓએ પાકા ગુંદાનું શાક બનાવીને ખાવું જોઈએ. આ ઉપરાંત કાચા ગુંદાનું શાક અથવા અથાણું ખાવાથી પણ લાભ થાય છે. તેનું સેવન કરવાથી પિત્તનું શમન થાય છે.

જો મોઢામાં ચાંદા પડી ગયા હોય તો ગુંદાના પાવડરનું સેવન કરવું અથવા તો તેના પાનનો રસ મોંમાં લગાવવા અથવા તેનાથી કોગળા કરવા. પેશાબમાં થતી બળતરા પણ ગુંદા મટાડે છે. ઉલટીની તકલીફ હોય તો પાનનો રસ પીવાથી લાભ થાય છે.

કિડનીની સમસ્યામાં પણ ગુંદા લાભ કરે છે. તેનું સેવન લીવરને પણ હેલ્ધી રાખે છે. ગરમ પાણીમાં તેનો પાવડર ઉમેરી તેને પીવાથી લીવરની સમસ્યાઓ દુર થાય છે. આ સિવાય ત્વચાના રોગ પણ મટે છે. તેનું સેવન કરવાથી કબજિયાત પણ મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!