રાત્રે આ વસ્તુ ખાઈ લેશો તો સવારે કબજિયાત ગાયબ થઈ જશે

આજના સમયમાં જો તમે સર્વે કરો તો 100 માંથી 99 લોકો એવા મળે જેને કબજીયાતની ફરિયાદ હોય. આવું થવાનું મુખ્ય કારણ છે કે લોકો દિવસ દરમિયાન પ્રોસેસ્ડ ફૂડ અને બજારનું ખાવાનું વધારે ખાતા હોય છે. જેના કારણે પેટને લગતી સમસ્યા માં વધારો થાય છે. વધારે પ્રમાણમાં તળેલો ખોરાક, ચોકલેટ પ્રોસેસ્ડ ફૂડ ખાવાના કારણે કબજિયાત થઈ જાય છે.

નિયમિત પેટ સાફ ના આવવું તે કબજીયાતની નિશાની છે. જો સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે તો આ બીમારી મોટું અને ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. સૌથી મોટી ગંભીર બાબત તો એ છે કે કબજીયાતના કારણે શરીરમાં અન્ય રોગ પણ પ્રવેશ કરી જાય છે.

એટલા માટે આજે તમને જણાવીએ કબજિયાતની કાયમ માટે દૂર કરી દેતી એક દવા વિશે. આ દવા કડવી નહીં લાગે અને તેની કોઈ આડઅસર પણ થશે નહીં. કારણ કે આ દવા એક ભાજી છે.

તાંદળજાની ભાજીને કબજિયાતના દુશ્મન તરીકે ઓળખવામાં આવે છે. પાવભાજી સ્વાદમાં મીઠી અને ખારી હોય છે. પરંતુ તેમાં અઢળક ગુણો રહેલા છે. આ ભાજી ચોમાસા અને ઉનાળામાં વધારે પ્રમાણમાં મળે છે. આ ભાજીનું સેવન કરવાથી કબજિયાત જડમૂળથી દૂર થઈ જાય છે. પેટમાં જામેલો મળ પણ આ ભાજી ખાવાથી દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાત મટાડવા માટે તમે તાંદળજાની ભાજીનો રસ કરીને પૂછી શકો છો અથવા તો તેને ભાજી તરીકે ખાઈ શકો છો. તાંદળજાની ભાજીમાં સાકર ઉમેરીને લેવાથી પેટની ગરમી ઓછી થાય છે.

તાંદળજાની ભાજી સવારે અને સાંજે લેવાથી પિત્તના કારણે થયેલા વિકાર પણ મટે છે. આ સિવાય ઝાડામાં લોહી નીકળતું હોય તો તે પણ તુરંત બંધ થઈ જાય છે. તાંદળજાની ભાજીનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તેને બાફી લેવી અને પછી તેનો રસ કરી લેવો. આ રીતે તૈયાર કરેલો રસ પીવાથી ત્વચા પણ ચમકી ઊઠે છે.

જો શરીરના કોઈ અંગ ઉપર દાઝી ગયા હોય તો તેમાં પણ તાંદળજાની ભાજીનો ઉપયોગ કરી શકાય છે. દાઝ્યા ઉપર તાંદળજાની ભાજીનો રસ લગાડવાથી ઘામાં તુરંત જ રુઝ આવે છે. જો શરીર પર ગુમડું થયું હોય તો તેના ઉપર પણ તાંદલજાના પાનની પેસ્ટ બનાવીને લગાવવી.

શરીરમાં કોઈપણ કારણથી ખંજવાળ આવતી હોય તો તેમાં પણ તાંદળજાની ભાજી લાભ કરે છે. સ્ત્રીઓને થતા રોગમાં પણ આ ભાજી ઉપયોગી છે. આગળ નું સેવન કરવાથી શરીરની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવા લાગે છે અને વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે.

ગરમીના કારણે પેશાબ માં બળતરા થતી હોય તો તાંદળજાની ભાજી ખાવાથી રાહત થાય છે. આ ભાજી વિટામિન એ, બી અને સીથી ભરપૂર હોય છે. પેટની સમસ્યા માટે તાંદળજાની ભાજી બનાવવી હોય ત્યારે ઘીમાં હિંગ ઉમેરીને તેનો વઘાર કરીને તેને ખાવાથી લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!