હરસ મસા ઓપરેશન વગર ઘરે બેઠા મટાડવા કરી લો આ ઉપાય

વરસાદની સીઝનમાં અપામાર્ગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેમાં અનેક ઔષધિય ગુણ હોય છે. આ સાથે જ તેમાં પોટેશિયમ, આર્યન, ગંધક અને સોલ્ટ હોય છે. અપામાર્ગને અઘેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો સ્વાદ તીખો અને કડવો હોય છે. તેની તાસીર ગરમ હોય છે.

અઘેડાને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. કાનમાં દુખાવો હોય તો 40 ગ્રામ અઘેડાને 160 ગ્રામ તલના તેલમાં ઉમેરી અને ઉકાળો. જ્યારે તેલ બરાબર ઉકળી જાય એટલે તેને ઠંડુ કરી કાનમાં નાખો. તેનાથી કાનની પીડા દુર થાય છે.

જો ભૂખ લાગતી ન હોય અને શરીર નબળુ પડી જતુ હોય અને શરીરમાં ઊર્જા ન જણાતી હોય તો અઘેડાના બીની ખીર બનાવીને ખાવાથી શરીરમાં ઊર્જા આવે છે અને ભૂખ પણ ઉઘડે છે.

રક્તસ્ત્રાવ કરતાં હરસમાં પણ અપમાર્ગ કામ આવે છે. મસાની સમસ્યામાં અઘેડાના મૂળને ચોખાના ઓસામણમાં વાટીને આ પ્રવાહી જેટલા મધ સાથે સવારે અને સાંજે લેવાથી રક્તસ્ત્રાવ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શ્વાસની બીમારી હોય કે ફેફસા નબળા પડી ગયા હોય તો અપમાર્ગના ચૂર્ણમાં કાળા મરી અને મધ મીક્સ કરીને લેવાથી ફાયદો થાય છે. શ્વેત પ્રદરની સમસ્યા હોય તો અપામાર્ગ, કાળા મરીને ચોખાના પાણી સાથે લેવાથી પ્રદરની સમસ્યા મટે છે. અપમાર્ગનો ઉકાળો બનાવીને પીવાથી ખંજવાળ મટે છે.

માથાનો દુખાવો હોય તો તેને દુર કરવા માટે અપમાર્ગને પાણીમાં ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. રતાંધાપણું દુર કરવા માટે અપામાર્ગ મૂળ ચૂર્ણને રાત્રે સૂતા પહેલા પાણી સાથે લેવાથી સમસ્યા મટે છે.

બાળક સતત રડતું હોય તો તેની પીડા દુર કરવા માટે અપામાર્ગના મૂળ, હળદર અને જટામાસીનું ચૂર્ણ બનાવી અને બાળકને આપવાથી તેની પીડા દૂર થાય છે. દાંતની કોઈપણ સમસ્યા હોય તો તેને દુર કરવા માટે અઘેડાના ક્વાથના કોગળા કરવાથી દાંતની સમસ્યા દુર થાય છે.

અપચાની સમસ્યા દુર કરવા માટે 5 મિલી અપામાર્ગના મૂળના રસમાં મધ અને દૂધ ઉમેરીને પીવાથી અપચો દુર થાય છે. અપામાર્ગનું સેવન દૂધ સાથે કરવાથી ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય છે.

જો ભૂખ લાગતી ન હોય અને શરીર નબળુ થતુ જતુ હોય તો અપામાર્ગના બીની ખીર બનાવીને ખાવાથી શરીરમાં ઊર્જા આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અપામાર્ગ, જેઠીમધ અને સાકરને ગરમ પાણીમાં ઉકાળવા. જ્યારે પાણી બળી જાય પછી તેને પીવાથી મોઢાના ચાંદા, આંતરડાના ચાંદા અને ગર્ભાશયના ચાંદા દૂર મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!