ગરમીની શરુઆત સાથે જ ઘણા લોકોને શરીરના અલગ અલગ ભાગોમાં બળતરાની ફરિયાદ રહે છે. ખાસ કરીને પગના તળીયામાં વધારે બળતરા થતી હોય છે. આ બાબત પર મોટાભાગના લોકો વધારે ધ્યાન આપતા નથી. પરંતુ આ સમસ્યા પર ધ્યાન આપી તેનું સમાધાન કરવું જરૂરી છે.
જ્યારે પણ આ પ્રકારે શરીરના કોઈપણ અંગમાં બળતરા થતી હોય ત્યારે શરીરનું તાપમાન વધી જતુ હોય છે. તેવામાં આ તાપમાન તમે ઓછું કરો તો બળતરાની તકલીફ મટી જાય છે. ઉનાળામાં શરીરને ઠંડુ રાખવું જરૂરી છે. જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે ત્યારે આંખમાં બળતરા, એસિડીટી, પગમાં બળતરા થવા લાગે છે.
તો આજે તમને જણાવીએ ઉનાળામાં શરીરમાં અને ખાસ કરીને પગના તળીયામાં થતી બળતરાને દુર કરવાના ઘરેલુ અને 100 ટકા અસરકારક ઈલાજ જે 5 જ મિનિટમાં અસર કરે છે. તેને કરવાથી તમારે શરીરની ગરમી માટે દવા લેવા પણ જવી પડશે નહીં.
1. પિત્તના કારણે થતી બળતરાને મટાડવા માટે કોકમને પીસી તેમાં પાણી, સાકર ઉમેરી તેનું શરબત તૈયાર કરો અને તેનું સેવન કરવું. તેને પીવાથી પિત્તના કારણે થતી બળતરા મટે છે. પિત્તની બળતરા મટાડવા માટે પાલકના પાનના રસના કોગળા કરવાથી રાહત થાય છે. આ સિવાય ધાણાને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેને ગાળી તે પાણીમાં સાકર ઉમેરી પીવાથી પિત્ત શાંત થાય છે.
2. ગરમીના કારણે થતી દાજ અને બળતરા મટાડવા માટે ધાણા અને જીરુંને અધકચરાં વાટી અને રાત્રે પાણીમાં પલાળી રાખવા. સવારે તેને મસળી અને સાકર ઉમેરી પાણી પીવાથી કોઠાની બળતરા મટે છે.
3. લૂણીની ભાજીનો રસ એક કપ નિયમિત પીવાથી શરીરની બળતરા મટે છે. આ સિવાય નિયમિત રીતે આમળાના રસમાં એલચીનો પાવડર ઉમેરી પીવાથી શરીરની બળતરા મટે છે.
4. આંખની બળતરા મટાડવા માટે રાત્રે ત્રિફળાને પાણીમાં પલાળી સવારે તેને કપડાથી ગાળી તે પાણીથી આંખ સાફ કરવાથી આંખની બળતરા મટે છે.
5. શરીરની બળતરા અતિશય હોય તો ગાયની છાશમાં કપડુ પલાળી અને શરીરે થોડી થોડીવારે ફેરવવાથી બળતરા મટે છે. આ સિવાય દિવસ દરમિયાન 3થી 4 વખત શેકેલા જીરુંની એક એક ચમચી પાણી સાથે લેવાથી બળતરા મટે છે.
6. ગરમીના કારણે માથામાં બળતરા થતી હોય તો દૂધી છીણી અને માથામાં લગાવવાથી બળતરા દૂર થાય છે અને માથાની ગરમી નીકળી જાય છે. જેના કારણે માથાનો દુખાવો મટે છે.
7. પગના તળિયામાં, હાથમાં, મોંમાં અને મૂત્ર માર્ગમાં થતી બળતરાને દુર કરવા માટે પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી આરામ થાય છે.