સામાન્ય લાગતી આ વસ્તુથી ઘણાંયે રોગો તમારાથી 1000 કિલોમીટર દૂર રહેશે

 

વરીયાળી એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં હોય છે. વરિયાળીનું સેવન મોટાભાગે મુખવાસ તરીકે કરવામાં આવે છે. સોડિયમ ફોસ્ફરસ જેવા તત્વોથી ભરપૂર વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ અને સ્વાદ બદલે છે.

આજ કારણે સૌથી વધુ લોકો તેને મુખવાસ તરીકે ખાય છે. પરંતુ વરિયાળી ખાવાથી શરીરના અનેક રોગ પણ દૂર થાય છે. આજે તમને વરિયાળી ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.

વરિયાળી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે. વરીયાળી ને બરાબર ચાવીને ખાવાથી ત્વચા ઉપર પણ તેની અસર થાય છે.. તેનાથી ત્વચા પર નિખાર આવે છે અને સ્કિન હેલ્દી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

100 ગ્રામ વરિયાળીમાંથી 40 ગ્રામ ફાઇબર મળે છે. વરિયાળીનું સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે. વરિયાળીનું સેવન કરનાર લોકોમાં કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

વરીયાળી કીડની અને લીવરને પણ લાભ કરે છે. દૂધમાં વરીયાળીનો પાવડર ઉકાળી તેમાં મધ ઉમેરીને રાત્રે પીવાથી ઊંઘ સારી આવે છે.

જે લોકોને અપચાની તકલીફ હોય તેમણે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉમેરીને પીવાથી અપચો મટે છે.

જે લોકોની ઉધરસ આવતી હોય અને દવા કરવા છતાં પણ મળતી ન હોય તેમણે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી પાવડર ઉમેરીને આ પાણી આખો દિવસ પીવું જોઈએ. વરીયાળી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. વરિયાળીનું પાણી પીવાથી હૃદય પર સ્વસ્થ રહે છે.

શરીરમાં વધારાની ચરબીને દૂર કરવા માટે પણ વરિયાળી ખુબ જ મદદ કરે છે. વરીયાળી સાથે કાળા મરીનું સેવન કરવાથી વજન વધતું નથી.. વરીયાળી ની તાસીર ઠંડી હોય છે તેથી ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓથી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગર્ભવતી મહિલા વરિયાળીનું સેવન કરે તો બાળક ગૌરવર્ણ થાય છે. મહિલાઓને અનિયમિત પીરિયડ્સ કે પિરિયડ સમય અસહ્ય દુખાવો થતો હોય તો વરિયાળીનું સેવન નિયમિત કરવું જોઈએ.

વરિયાળી, બદામ અને સાકરનું મિશ્રણ બનાવીને દૂધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે. પેટમાં અચાનક દુખાવો થવા લાગે તો વરિયાળીને શેકીને ખાઈ જવી જોઈએ તેનાથી પેટનો દુખાવો મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!