પહેલાના સમયમાં આપણા વડિલો 90 વર્ષે પણ સ્વસ્થ જીવન જીવતા, ખોરાક બરાબર લઈ શકતા અને ડાયાબીટીસ, બીપી જેવા રોગ થતા પણ નહીં. તેમના આ સ્વાસ્થ્યનું રહસ્ય હતું સુદર્શન ચૂર્ણ. સુદર્શન ચૂર્ણ સ્વાદમાં કડવું હોય છે પરંતુ તે એટલું અસરકારક છે કે તે નાડમાંથી પણ રોગ દુર કરી દે છે.
સુદર્શન ચૂર્ણ એક સ્વાસ્થ્ય ટોનિક જેવું કામ કરે છે. આ ચૂર્ણ શરીરના ત્રણેય દોષને દુર કરે છે અને તાવ સહિતના દરેક રોગથી શરીરનું રક્ષણ કરે છે. તેમાં રહેલી ઔષધીઓ તાવ, ધાતુ દોષ, સન્નીપાત, માનસિક પીડા, શીત, દાહ, પ્રમેહ, ધેન, ભ્રમ, ઉધરસ, પાંડુંરોગ, હાર્ટના રોગ, કમળો, ગોઠણ-સાંધાના દુખાવા મટાડે છે.
સુદર્શન ચૂર્ણમાં કડુ, લીમડાની અંતર્છાલ, ભોંયરીંગણી, પીત્તપાપડો, મોથ, કાળો વાળો જેવા તત્વ હોય છે જે તાવ, પિત્ત, કબજિયાત, આંતરડાની તકલીફોને દુર કરે છે. તેનું સેવન કરવાથી આંતરડામાં જામેલો મળ દુર થાય છે. તેનું સેવન કરવાથી કોઈપણ પ્રકારનો તાવ હોય તે મટે છે.
આ વસ્તુઓ સિવાય સૂદર્શન ચૂર્ણમાં હળદર, સુંઠ, ત્રિફળા, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ જેવી વસ્તુઓ હોય છે જે પાચન સુધારે છે, પિત્તનો નાશ કરે છે અને ભૂખ પ્રજ્વલિત કરે છે. તેના કારણે તેનો સ્વાદ કડવો લાગે છે પરંતુ તે વિષણ જ્વર, પિત્તજ્વર, જીર્ણજ્વર દુર કરે છે.
સુદર્શન ચૂર્ણમાં રહેલો ગળો, પીપર, હરડે, સફેદ ચંદન, લવીંગ સરખા પ્રમાણમાં હોય છે જ્યારે કરિયાતુ તેનાથી અડધી માત્રામાં. તાવ આવ્યો હોય તો આ ચૂર્ણ 2થી 3 દિવસ લેવું અને તે પણ દિવસમાં 3 વખત. જો તેની કડવાશ ઓછી કરવી હોય તો રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચૂર્ણ ઉમેરી પલાળી રાખો. સવારે આ પાણીને ગાળી અને પી જવું.
સૂદર્શન ચૂર્ણ આટલું ગુણકારી છે કારણ કે તે 54 ઔષધિઓથી બનેલું છે. તે અદ્ભુત ઔષધી છે. તેમાં અનેક એવા કાષ્ટ અને રસનો ઉપયોગ થાય છે જે શરીરને દરેક રોગ સામે લડવાની શક્તિ આપે છે. તાવ, માથાનો દુખાવો, અજીર્ણ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા દરેક રોગ માટે આ એક અકસીર દવા છે.
સૂદર્શન ચૂર્ણ ઝડપથી અસર કરે છે. પરંતુ તે શાંત પ્રકૃતિનું છે. તેનું સેવન કોઈપણ સીઝનમાં કરી શકાય છે. તેનું સેવન કરવાથી ચહેરા પર પણ કાંતિ આવે છે.