આ ઉપાયથી જિંદગીમાં ક્યારેય પણ નહીં પથરી હશે એ પણ નીકળી જશે

લીંબુની જ પ્રજાતિનું ફળ હોય છે બીજોરું, બીજોરું દેખાવમાં પણ લીંબુ જેવું લાગે છે. તે રંગે લીલા હોય છે. અને વજનમાં વધારે હોય છે. તેનું ફળ મોટું હોય છે. આયુર્વેદમાં તેને બિજપુર અને માતુલંગ પણ કહેવાય છે. તેનું સેવન કરવાથી પાચનને લગતા રોગ દુર થાય છે.

તેના પાન, ફળ, છાલ બધું જ ઉપયોગમાં આવે છે. તેનું સેવન કરવાથી અનેક રોગ અને પીડા મટે છે. બીજોરાનું ચૂર્ણ સવાર અને સાંજ લેવાથી તાવ મટે છે. બિજોરાના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. જો વારંવાર તાવ આવતો હોય તો બીજોરાની છાલનો ઉકાળો બનાવી અને દિવસમાં 2 કે 3 વખત પીવાથી તાવ મટે છે.

જો ઉલટી બંધ થતી ન હોય તો 200 મિલી પાણીમાં 25 ગ્રામ બીજોરાના બીને ઉમેરી બરાબર ઉકાળો. તેનું સેવન કરવાથી ઉલટીઓ બંધ થાય છે. જો પાચન શક્તિ નબળી હોય અને ખાધેલો ખોરાક પચતો ન હોય તો 10 ગ્રામ તાજો બીજોરાનો રસ પીવાથી લાભ થાય છે.

બીજોરાના મૂળની છાલનો પાવડર કરી તેને સવાર સાંજ 2 ગ્રામની માત્રામાં પીવાથી પેશાબ સંબંધિત સમસ્યા મટે છે. પેટમાં કૃમિ થયા હોય તો બીજોરાના બીજનું સેવન કરવાથી કૃમિ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બિજોરું શરદી અને ઉધરસને મટાડે છે. તેના રસમાં સૂંઠ, આમળા અને પીપરને સમાન માત્રામાં લઈ મધ ઉમેરી સવારે અને સાંજે લેવાથી શરદી, કફ અને ઉધરસ મટે છે.

શરીરે ખંજવાળ આવતી હોય તેમણે બિજોરાના રસમાં ગંધક મિક્સ કરી શરીર પર લગાવવું જોઈએ. તેનાથી રાહત થાય છે. જો છાતિનો દુખાવો કે પીડા હોય તો બિજોરાના 10 મિલીગ્રામ રસમાં 2 ચમચી મધ ઉમેરી પીવાથી છાતિનો દુખાવો મટે છે.

જે સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય અથવા તો વારંવાર કસુવાવડ થતી હોય તેણે બીજોરાના બીજ અને નાગકેસર સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવું. આ ચૂર્ણ માસિક આવ્યાના 5થી 6 દિવસ પછી રોજ કરવું. આ ચૂર્ણ દુધ સાથે લેવું લીધા બાદ સમાગમ કરવાથી ગર્ભ રહે છે.

કમરનો દુખાવો તુરંત મટાડવો હય તો 10 મિલી પોટેશિયમમાં 2 ચમચી મધને 10 ગ્રામ બીજોરાના રસ સાથે લેવાથી દુખાવો તુરંત મટે છે. બીજોરાના પાનને ગરમ કરીને દુખતી જગ્યા પર રાખવાથી દુખાવો મટે છે.

પિત્તના કારણે થતા દરેક રોગમાં બીજોરુ લાભકારી છે. તેનાથી શરીરમાં થતી દાઝ-બળતરા મટે છે. તેના રસમાં સાકર ઉમેરી શરબત બનાવી પીવાથી પિત્ત શાંત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બીજોરાના બીજને પીસીને ત્વચાના રોગ પર લગાવવાથી સમસ્યા દુર થાય છે. મોંમાં પડેલા ચાંદા દુર કરવા માટે પણ બીજોરા લાભકારી છે.

પથરીમાં પણ તે અસરકારક પરિણામ આપે છે. બીજોરાના 2 ચમચી રસમાં જવખાર અને સિંધવ ઉમેરી દિવસમાં 2થી 3 વખત પીવાથી પથરી તુટીને મુત્રમાર્ગે બહાર નીકળી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!