કમરના દુખાવા માટે હવે દવાઓનો ખર્ચો ના કરતા, ઘરે બેઠા મટી જશે

કુદરતે આપણને એવા અનેક વૃક્ષો અને છોડ આપ્યા છે જે ઔષધીય ગુણ ધરાવે છે. તેનો બરાબર રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરની ગંભીરમાં ગંભીર બીમારી પણ દૂર થઇ શકે છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકોને કઈ ઔષધિનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ખબર જ હોતી નથી. આજે તમને આવા એક ખાસ છોડ વિશે જણાવીએ.

ગામડામાં વાડીઓના શેઢા પર ગોખરુ ની વનસ્પતિ જોવા મળે છે. આ વનસ્પતિનો દરેક ભાગ ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગોખરુ માં બે પ્રકાર હોય છે એક નાના અને બીજા મોટા. મોતા ગોખરુ નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.

કિડનીની પથરીની સમસ્યા માં ગોખરુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પથરીને દૂર કરવાના ઓપરેશનમાં થતાં હજારોનો ખર્ચ અને ગોખરુ બચાવી શકે છે. તેના માટે પાંચ ગ્રામ ગોખરુનું ચૂર્ણ લઈને તેમાં 1 ગ્રામ મધ ઉમેરીને દિવસમાં ત્રણ વખત બકરીના દૂધ સાથે પી લેવું. તેનાથી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નિકળી જશે.

શરીરના કોઈપણ સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ત્યારે પણ ગોખરુ નો પાવડર અકસીર સાબિત થાય છે. તેના માટે એક ચમચી ગોખરુના પાવડરને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગરમ કરો. પાણી નીકળી જાય પછી સવારે અને સાંજે તેનું સેવન કરી લેવું. આમ કરવાથી સાંધાના દુખાવા કાયમ માટે દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મૂત્ર સંબંધી કોઇ વિકાર હોય તો તેમાં પણ ગોખરુ નો ઉપયોગ કરી શકાય છે. પેશાબ કરતી વખતે જો બળતરા થતી હોય અથવા તો પેશાબ અટકી અટકીને ઉતરતો હોય તો ગોખરુ લેવાની શરૂઆત કરી દો. તેના માટે 10 ગ્રામ ગોખરુને 150 ગ્રામ દૂધમાં ઉકાળો. દૂધ બળી ને અડધું થઈ જાય પછી તેનું સેવન કરી જાઓ. તેનાથી મૂત્ર રોગોમાં ફાયદો થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તો ગોખરું રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત રોગમાં પણ ગોખરુ નો ઉપયોગ ફાયદો કરાવે છે. જે મહિલાઓને pcod ની સમસ્યા હોય તેમણે ગોખરુંનું સેવન કરવું જોઈએ.

આ ઉપરાંત ગોખરુનું સેવન કરવાથી સંતાન પ્રાપ્તિમાં નડતી સમસ્યાઓ પણ દૂર થાય છે. માસિક સમયે પેટમાં અને કમરમાં દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તેનું સેવન કરવું જોઈએ.

ઉનાળા દરમિયાન ગોખરુનું સેવન કરવાથી તજા ગરમી દૂર થાય છે. આ ઉપરાંત ઉનાળામાં લૂ લાગવાથી પણ બચી જવાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!