નાભિ ખસી ગઈ હોય તો આ ઉપાયથી સંતુલન માં આવી જશે

નાભિ આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે. આપણા શરીરમાં જેટલી નસ હોય છે તે બધી જ નાભી માંથી નીકળે છે. આપણા સ્વાસ્થ્યમાં પણ નાભી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

જ્યારે વધારે વજન ઉપાડી લેવામાં આવે તો પેચોટી ખસી જાય છે. નાભિ કે પેચોટી ખસી જાય તો પેટમાં દુખાવો, કબજિયાત, જાડા, પગમાં ધ્રુજારી, ગેસ, અપચો જેવી સમસ્યા રહે છે.

આયુર્વેદ અનુસાર પુરૂષોની નાભિ જમણી બાજુ અને સ્ત્રીની નાભિ ડાબી બાજુ ખસે છે. આપણા શરીરની દરેક નસનો ઉદગમસ્થાન નાભિ હોય છે. તેથી પેચોટી ખસી ગઈ છે કે નહીં તે જાણવા માટે એક દોરો લઈને. તેને એક તરફના નીપલથી નાભિ સુધી માપો, પછી તેના વડે બીજી તરફની નીપલથી નાભી સુધીનું અંતર માપો. જો બંને નું માપ સરખું હોય તો પેચોટી ખસી નથી પરંતુ જો બંનેનું માપ અલગ અલગ આવે તો સમજી લેવું કે નાભી ખસી ગઈ છે.

પેચોટી ખસી છે કે નહીં તે પગથી પણ જાણી શકાય છે. તેના માટે બંને પગને ૧૦ ડિગ્રી એંગલ પર રાખીને બંને પગની લંબાઈ નું માપ કરો. જો એક પગ નાનો અને એક મોટો જણાય તો સમજી લેવું કે નાભી ખસી ગઈ છે. જો બન્ને પગ બરાબર હોય તો નાભિ તેની જગ્યાએ જ હોય છે. હવે તમને જણાવીએ કે નાભી ખસી ગઈ હોય તો ઉપચાર શું કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાભિની ફરીથી તેની જગ્યાએ લાવવા માટે આમળાના પાવડરમાં થોડો આદુંનો રસ ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને નાભિની આજુબાજુ લગાવી અને બે કલાક સુધી એમ જ રહેવા દો. નાભિ આપમેળે પછી તેની જગ્યાએ આવી જશે.

આ સિવાય તમે વરીયાળીનો પાવડર 10 ગ્રામ લઈ તેમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે બે દિવસ સુધી લઈ લો. બે દિવસમાં જ તમારી નાભિ બરાબર જગ્યાએ આવી જશે.

પેચોટી ખસી જવાની તકલીફ મહિલાઓને વધારે રહેતી હોય છે. તેના માટે સરસવના તેલનો ઉપાય પણ કરી શકાય છે. નાભિ ખસી જાય ત્યારે સીધા સૂઈને નાભીમાં બેથી ત્રણ ટીપાં સરસવના તેલના નાખવા, થોડી જ વારમાં નાભિ જગ્યાએ આવી જશે.

આ બધા ઉપચારથી સૌથી સરળ ઉપાય દીવો કરવાનો છે. તેના માટે નાભી ઉપર એક કોળિયામાં ઘીનો દીવો કરીને મૂકવો. ત્યાર પછી એક લોટો લઈને તેને નાભી ઉપર ઉંધો મૂકી અધર પકડી રાખો. દીવા માંથી નીકળતી વરાળ લોટામાં ભરાઈ જાય પછી લોટાને પેટ ઉપર દબાવીને મૂકો.

આમ કરવાથી લોટો પેટ સાથે થોડી વાર માટે ચોટી જશે. જ્યારે તમે લોટાને પેટથી અલગ કરશો તો નાભિ તેની જગ્યાએ આવી જશે અને પેટનો દુખાવો મટી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!