ઘણા લોકો એવા હોય છે જેને રોજ જમવામાં મસાલાવાળું ભોજન કરવાની આદત હોય છે.. સાદો ખોરાક તેમને દર્દીઓનો ખોરાક લાગે છે. આવા લોકો માટે આજે એક મહત્વની જાણકારી આપીએ.
જેનો કોઈ રોજ તેલ મસાલાવાળું ભોજન કરતા હોય છે તેમના શરીરને ભયંકર નુકસાન થઈ શકે છે. આ પ્રકારનું ભોજન કરવામાં છે મસાલા ઉપયોગમાં આવે છે તેની તાસીર ગરમ હોય છે. નિયમિત રીતે આવા ગરમ મસાલા વાળી વસ્તુઓ ખાવાથી શરીરને નુકસાન થાય છે.
રોજિંદી રસોઈમાં લાલ મરચું હળદર વગેરે મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ નિયમિત રીતે આ પ્રકારના મસાલા વધારે પ્રમાણમાં લેવાથી પણ શરીરને નુકસાન થાય છે. આજે તમને જણાવીએ કે આવા ભોજન રોજ કરવાથી કઈ કઈ પ્રકારની સમસ્યા થાય છે. અને આવું ભોજન કયા કયા લોકોએ ટાળવું જોઈએ.
ગર્ભવતી સ્ત્રીઓએ વધારે મસાલાવાળું ભોજન કરવાનું ટાળવું જોઈએ. તેનાથી બાળક પર ગંભીર અસર થઈ શકે છે.
તેલ મસાલાવાળો ખોરાક લેવાથી પેઢામાંથી અને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં પણ થઈ શકે છે. હરસ ના દર્દીઓ માટે પણ આ પ્રકારનું ભોજન હાનિકારક છે. આવું ભોજન કરવાથી પેટની ગરમી વધે છે જેના કારણે આંતરડાને વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે અને હરસ જલ્દી થી મટતા નથી.
વધારે મસાલાવાળું ખોરાક નિયમિત રીતે ખાવાથી આપની સ્વાદ ગ્રંથિઓ ને નુકસાન થઈ શકે છે. સાથે જ તેનાથી શ્વાસની દુર્ગંધની તકલીફ પણ થઇ શકે છે.
વધારે પડતા મસાલાવાળા ખોરાક લેવાથી પેટ ને ખૂબ જ તકલીફ થાય છે. આવું ખોરાક પેટની અંદર ની સપાટીને ગંભીર અસર કરે છે.જેના કારણે ત્યાં બળતરા થાય છે. ધીરે ધીરે આ પ્રક્રિયાના કારણે પેટના અલ્સર અને ઍસિડિટી થઈ શકે છે.
રોજ મસાલેદાર ખોરાક ખાવાથી શરીરની ગેસ્ટ્રિક ગ્રંથિને નુકસાન થાય છે જેના કારણે અનિદ્રાની તકલીફ પણ થઇ શકે છે. જે લોકો આ રીતનું ખોરાક રોજ ખાતા હોય છે તેની શરીરની ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પાચનતંત્રને અસર થાય છે.
જે લોકો આ રીતનું મસાલેદાર ખોરાક રોજ ખાય છે તેમને રાત્રે ઊંઘ આવવાની પણ સમસ્યા રહે છે. આ સિવાય સૌથી મોટું જોખમ તો પેટનું અલ્સર થવાનું છે. જે લોકોને એસિડિટી થતી હોય તેમણે આહારમાં મસાલાનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો જોઈએ.
મસાલેદાર ખોરાક ડાયાબિટીસના દર્દી માટે પણ જોખમી છે આ પ્રકારનો ખોરાક સરળતાથી પચતો નથી જેના કારણે પેટમાં દુખાવો, ઝાડા, કબજિયાત જેવી તકલીફ થાય છે.