સાંધાના દુખાવા અને ચામડીના રોગોમાં રામબાણ ઈલાજ છે આ વસ્તુ

 

આપણી આસપાસ કુદરતી એવા ઘણા વૃક્ષ આપ્યા છે જે માત્ર પ્રકૃતિ જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. આ વૃક્ષ ઔષધિ તરીકે માણસને પણ કામ લાગે છે. આવા અનેક વૃક્ષમાંથી એક વૃક્ષ છે મહુડાનું વૃક્ષ. મહુડા નો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.

મહુડાના વૃક્ષ ની બધી જ વસ્તુઓ ફાયદાકારક છે. પરંતુ મહુડાના ફૂલ સૌથી ઉપયોગી છે. આ ફૂલ કોઈ દવાની જેમ શરીરની બીમારી માં કામ લાગે છે.

મહુડાના ફૂલ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને નિરોગી રાખવા માટે ખૂબ જરૂરી હોય છે. તો ચાલો જાણીએ કે મહુડા ફૂલથી શરીર ની કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મહુડાના ફૂલ માં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે સૌથી પહેલાં તો શરદી અને ઉધરસથી સમસ્યાને દૂર કરી દે છે. પેટમાં કૃમિ થયા હોય તો મહુડાનાં ફૂલનો ઉપયોગ કરવાથી કૃમિનો નાશ થાય છે.

ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં પણ મહુડાના ફુલ ઉપયોગી છે. મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવીને પીવાથી ડાયાબિટીસ પેટમાં બળતરા એસીડીટી માં રાહત થાય છે. મહુડાના ફૂલ ની તાસીર ઠંડી હોય છે જેનું સેવન કરવાથી પેટમાં ઠંડક વડે છે.

આંખની તકલીફમાં પણ મહુડાનાં ફૂલનો ઉપયોગ કરી શકાય છે. આંખો આવતી ખંજવાળ, દુખાવો જેવી સમસ્યામાં મહુડા ના ફૂલ ને આંખમાં આંજવાથી સમસ્યા મટે છે. મહુડાના ફૂલ માં ઘી મિક્સ કરીને તેને શેકીને ખાવામાં આવે તો આંખનું તેજ પણ વધે છે અને નંબર ઊતરે છે.

જેમની દાંતમાં દુખાવો રહેતો હોય અને અનેક પ્રયત્નો છતાં પણ આ સમસ્યા દૂર થતી ન હોય તો મહુડા ના પાનનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે મહુડાનો પાનનો પાવડર બનાવીને દાંત દુખતા હોય તેના ઉપર દબાવી રાખવાથી દુખાવો મટે છે.

સાપ કે અન્ય ઝેરી જંતુ કરડી ગયું હોય તો ઝેરને શરીરમાં ફેલાતું અટકાવવા માટે મહુડાના બીજ ની પેસ્ટ બનાવીને ડંખ ઉપર લગાડી દેવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય અથવા તો સ્ટ્રેસ રહેતો હોય તો તેમણે મહુડા ના તેલ નો ઉપયોગ માથામાં માલિશ કરતી વખતે કરવાથી માથાનો દુખાવો મટે છે.

દાઝી ગયો હોય અથવા તો ત્વચા પર ખંજવાળ આવતી હોય તો મહુડાનો તેલની માલિશ કરવાથી સમસ્યા માટે છે. આ તેલ ચહેરા પર લગાવવાથી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!