સવારે આ પાણી પીશો તો પેટની બધી બીમારીઓ થઈ જશે દૂર, કબજિયાત તો ગાયબ જ

ગૃહિણીઓ ચારે રસોઈ બનાવે છે ત્યારે દાળ અને શાક ના વઘારની વાત આવે ત્યારે સૌથી પહેલી જે વસ્તુનો વિચાર આવે તે છે હિંગ. દાળ અને શાકમાં હિંગનો વઘાર કરવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે. સ્વાદ વધારતી આ હિંગ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હિંગ નો ઉપયોગ કરવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થઇ શકે છે.

હિંગની તાસીર ગરમ હોય છે. તેના કારણે કેટલીક સમસ્યાઓ માટે તેનો ઉપયોગ કરવાથી તુરંત જ તેની અસર અને પરિણામ જોવા મળે છે. ખાસ કરીને પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો હીંગ અકસીર ઈલાજ છે. પેટની તકલીફમાં તુરંત જ રાહ જોતી હોય તો હિંગમાં થોડું પાણી ઉમેરીને આ મિશ્રણને નાભિની આજુબાજુ લગાવી દો. તેનાથી પેટનો ગેસ તુરંત જ દૂર થાય છે.

જો ચહેરા ઉપર ખીલ થયા હોય તો હિંગ માં પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી ખીલ ઉપર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી ઠંડા પાણીથી તેને સાફ કરી દો. તેનાથી ખીલની તકલીફ દૂર થાય છે.

કબજીયાત અને ગેસની તકલીફ હોય તેમના માટે હિંગ રામબાણ ઈલાજ છે. પાંચ મિનિટમાં પેટ સાફ આવી જાય તે માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી હિંગ અને એક ચમચી ખાવાનો સોડા ઉમેરીને પી જવું. તેનાથી પેટ તુરંત સાફ આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને આધાશીશી ના કારણે માથામાં ભયંકર દુખાવો રહેતો હોય તેમણે એક ચમચી હિંગ પાણીમાં ઘોળીને તેના ટીપાં નાકમાં નાંખવા.. આ ઉપાય કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે. આ રીતે દાંતના દુખાવાને દૂર કરવા માટે હિંગનો ટુકડો દુઃખતા દાંત ઉપર રાખવાથી દુખાવો મટે છે.

જો સાપ કે વીંછી જેવું ઝેરી જંતુ કરડ્યું હોય તો એરંડાની કુંપળ માં હિંગ હસીને નાની ગોળી બનાવીને દર અડધી કલાકે ગરમ પાણી સાથે લેવાથી ઝેર ઉતરે છે. આ ઉપરાંત વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર ગાયના દૂધમાં હિંગ ઘસી ને ચોપડવાથી ઝેર ઉતરે છે.

કમરનો અસહ્ય દુખાવો રહેતો હોય તો એક ગ્રામ હિંગ ને શેકી તેમાં થોડું ગરમ પાણી ઉમેરીને થોડું થોડું કરીને પીવાનું રાખો. તેનાથી કમરનો દુખાવો દૂર થાય છે.

જ્યારે નાના બાળકને પેટમાં દુખાવો થતો હોય તો નાભિની આસપાસ લગાવી દેવાથી તરત જ રાહત થાય છે. હિંગ નો ઉપયોગ પુરુષો માટે પણ ફાયદાકારક છે.. તેનાથી શુક્રાણુની ખામી, શીઘ્ર પતન જેવી તકલીફમાંથી મુક્તિ મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!