આયુર્વેદમાં એવી અનેક ઔષધીઓનો ઉલ્લેખ મળે છે જેનો ઉપયોગ દરેક રોગની દવા તરીકે કરવામાં આવે છે. વર્ષો પહેલા વડીલોને જ્યારે કોઈ સમસ્યા થાય તો લોકો આ પ્રકારની જડીબુટ્ટીનો જ ઉપયોગ કરી બીમારી ઠીક કરતા હતા.
કેટલીક ઔષધીઓ તો દરેક ઘરમાં રાખવામાં આવતી હતી. કારણ કે આ દવાઓ દરેક રોગના ઈલાજ તરીકે કામ આવતી હતી. આજે આવા જ કેટલાક 100 ટકા અસરકારક ઈલાજ વિશે તમને જણાવીએ.
સૌથી પહેલા તો આહારમાંથી મેંદાનો ઉપયોગ બંધ કરી જવનો ઉપયોગ કરો અને સાથે જ ઘાણીના તેલનો ઉપયોગ કરો. આ સિવાય કોલ્ડડ્રીક્સ પીવાનું બંધ કરી દેવું જોઈએ.
આ સિવાય દૂધ પણ ગાયનું વાપરવાનું રાખો. જો તમે ફ્રુટ જ્યુસ પીતા હોય તો તેના બદલે ફળ ખાવાની ટેવ પાડો. આ સિવાય નાની મોટી સમસ્યા હોય તો તુરંત દવા ખાઈ લેવાને બદલે આ રીતે તેનો ઈલાજ કરો.
જો કફ છાતિમાં જામી ગયો હોય અને નીકળતો ન હોય તો ખજૂર ખાઈ અને તેની ઉપર થોડા ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ છૂટો પડી નીકળી જાય છે. તેનાથી ફેફસા પણ સાફ થાય છે.
આ સિવાય ગોળ અને મીઠું ગરમ પાણીમાં ઉમેરીને પીવાથી પણ કફ મટે છે. રાત્રે સૂતા પહેલા શેકેલા ચણા ખાઈ અને તેની ઉપર હુંફાળુ દૂધ પીવાથી કફ નીકળે છે.
દાંતનો દુખાવો હોય અથવા તો દાંત હલતા હોય તો હિંગને પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દુખાવો મટે છે. આ સિવાય અક્કલગરો દાંતમાં દબાવવાથી રાહત થાય છે. કાળા તલને ચાવીને ખાઈ અને તેના ઉપર પાણી પી લેવાથી દાંત મજબૂત થાય છે. દાંત દુખતા અને હલતા હોય તો વડના દાતણનો ઉપયોગ કરવો.
જો ઊંઘ ન આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથ પગ બરાબર સાફ કરી અને ઘીને તાળવે તેમજ કપાળે લગાવવાથી ઊંઘ સારી આવે છે. આ સિવાય જાયફળને પાણી સાથે લેવાથી પણ ઊંઘ બરાબર આવે છે. સાંજે દૂધ સાથે ગંઠોડાનું ચૂર્ણ પીવાથી ઊંઘ આવે છે.
હરસ-મસાની સમસ્યા હોય ત્યારે સવારે ખાલી પેટ એક મુઠ્ઠી કાળા તલમાં સાકર ઉમેરી ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે. જો હરસ સુકા હોય તો છાસમાં ગોળ ઉમેરીને લેવાથી લાભ થાય છે.
શક્તિ દુર કરવી હોય તો 200 ગ્રામ સૂકી ખારેકનું ચૂર્ણ બનાવી તેમાં 25 ગ્રામ સૂંઠનો પાવડર ઉમેરી અને દૂધમાં ઉકાળી લેવાથી શક્તિ વધે છે.
હાઈ બ્લડપ્રેશરની તકલીફ હોય તો રોજ સવારે અને સાંજે 15 ગ્રામ સરગવાનું સેવન કરવું. તેનાથી હાઈ બ્લડ પ્રેશરથી રાહત મળે છે.