આ ઉપાયથી 15 મિનિટમાં ઘુંટણ નો દુખાવો મટી જશે

50 વર્ષથી વધુની ઉંમરના લોકોને ગોઠણ નો દુખાવો રહેતો હોય છે. આ ઉપરાંત તેમનું જીવન બેઠાડુ હોય તેમણે નાની ઉંમરમાં પણ ઘૂંટણનો દુખાવો થઈ જાય છે. ઘણા લોકોને તો ઢીંચણના દુખાવામાં દવાઓ લેવી પડે છે અને ક્યારેક ઓપરેશનની જરૂર પણ પડે છે.

પરંતુ ગોઠણના દુખાવાની થોડી જ મિનિટોમાં પણ દૂર કરી શકાય છે અને તે પણ દવા વિના. આ વાતથી મોટાભાગના લોકો અજાણ હોય છે. એટલે જ જાણતા તેઓ દવા ઉપર લાખોનો ખર્ચ કરે છે.

પરંતુ આજે તમને ગોઠણ નો દુખાવો કાયમ માટે મટે તેવો ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમારે કોઇપણ પ્રકારનું ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે.

મેથીના દાણા શરીરના અનેક રોગને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. ગોઠણ અને ખભાના દુખાવામાં પણ મેથીના દાણા ઉપયોગી છે. આ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે રોજ સાંજે થોડા મેથીના દાણાને પાણીમાં પલાળી દેવા. સવારે આ મેથી ને ખાલી પેટ ગળી જવી અને પલાળેલું પાણી પી જવું. આવું સતત એક સપ્તાહ સુધી કરવાથી તમને દુખાવામાં રાહત થવા લાગશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપરાંત રાત્રે જમ્યા પછી અડધી ચમચી મેથીનો પાવડર પાણી સાથે ફાકી જવો. આ ઉપાય પણ ઘુંટણના દુખાવાની દૂર કરવા માટે એકદમ અકસીર છે. મેથી ઉપરાંત આદુ પણ તમારા દુખાવાને દૂર કરી શકે છે. તેના માટે ૫૦૦ ગ્રામ આદુંને બરાબર સાફ કરી ધોઈ લેવું. પછી તેના ટુકડા કરીને તડકામાં સૂકવી દો.

આ બરાબર સુકાઈ જાય પછી તેનો પાઉડર બનાવી બરણીમાં ભરી લો. હવે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે એક વાટકીમાં બે ચમચી આ પાવડરને લઈ તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેને થોડી વાર ગરમ કરો.

આ મિશ્રણ બરાબર ગરમ થઈ જાય પછી તેને ઘૂંટણ ઉપર લગાવો અને એક કલાક સુધી સૂકાવા દો. જો શક્ય હોય તો તેના ઉપર કોટનનું કપડું બાંધી દેવું.. આ ઉપાય કરવાથી દસ જ મિનિટમાં દુખાવાથી રાહત થવા લાગશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!