ફક્ત એક દિવસમાં પગના વાઢીયા મટાડવા હોય તો જાણી લો આ ઉપાય

સુંદર દેખાવાની ઈચ્છા કોને ન હોય ? સુંદર દેખાવા માટે લોકો માથાથી લઈને પગ સુધીના દરેક અંગની કાળજી રાખે છે. ત્વચાની માવજત થી લઈને પહેરવાના કપડા અને પગરખાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

પરંતુ મોટાભાગના લોકો પોતાની એડીની કાળજી લેતા નથી જેના કારણે એડી ફાટી જાય છે. એડી પર પડેલા વાઢીયા ના કારણે ઘણી વખત ઈચ્છા હોય તેવા સારા સેન્ડલ પહેરી શકાતાં નથી. તેવા જ પગરખાં પહેરવા પડે છે જેમાં એડી છુપાવી શકાય.

જાહેરમાં પગમાં પડેલા વાઢીયા ના કારણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.. આ વાઢીયા તકલીફ પણ ખૂબ જ કરાવે છે. એડીમાં વાઢિયા પડી જવાનું મુખ્ય કારણ છે કે પગની સંભાળ બરાબર રાખવામાં ન આવી હોય.

પગની સંભાળ રાખવામાં ન આવે તેના કારણે એડી ફાટી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે.. તેમાં પડેલા ચીરા ના કારણે દુખાવો પણ અસહ્ય થાય છે. આ સ્થિતિનો એકદમ સરળ અને એક રૂપિયાનો ખર્ચ થાય તેવો સસ્તો ઈલાજ આજે તમને જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સરળ ઈલાજ કરીને તમે તમારા પગની એડીને સુંદર અને કોમલ બનાવી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે મીણબત્તીની જરૂર પડશે. સૌથી એક વાસણમાં તેલ ઉકાળો. તેમાં મીણબત્તીનું મેળો ઉમેરીને બરાબર ઉકાળો. તેલ અને મિલ બંને એક રસ થઇ જાય પછી તેને ઠંડું પડવા દો. આ મિશ્રણને ઠંડુ થશે એટલે એકદમ ઘટ્ટ થઈ જશે.

રોજ રાતે સૂતા પહેલાં આ મિશ્રણને વાઢીયા ઉપર લગાવી અને મોજા પહેરી લેવાના છે. જો વાઢિયા પડ્યાની શરૂઆતમાં જ આ ઉપાય કરશો તો તુરંત જ એક જ દિવસમાં તમને સારું થઈ જશે. જો વાઢિયા ઘણા સમયથી હોય તો થોડા દિવસ માટે નિયમિત આ ઉપચાર કરો.

ફાટેલી એડી પર તમે કપૂરનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે સરસિયાના તેલમાં કપૂર અને મીણબત્તી ઉકાડી મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણને કોઈ ડબ્બીમાં ભરી લેવો. તેને પણ રોજ રાત્રે સૂતા પહેલા એડી પર લગાડી મોજા પહેરી લેવા. ત્રણથી ચાર દિવસમાં જ તમને એડી માં ફેરફાર જોવા મળશે.

ફાટેલી એડીને ઠીક કરવા માટે બેકિંગ સોડાનો આ ઉપાય પણ કરી શકાય છે. તેના માટે 2 ચમચી પાણીમાં એક ચમચી બેકિંગ સોડા લઇને ઘટ્ટ પેસ્ટ બનાવી તેને એડી પર લગાવો. પાંચથી દસ મિનિટ માટે આ પેસ્ટને સુકાવા દો અને પછી ઠંડા પાણીથી પગ સાફ કરી લો.

ફાટેલી એડીને સુંદર બનાવવા માટે એક ટબમાં ગરમ પાણી ભરી તેમાં લીંબુનો રસ ઉમેરીને પગને 15 મિનિટ સુધી તેમાં બોળી રાખો. ત્યાર પછી એડી પર માટીનાં ઠીકરાં થી મસાજ કરો. આ રીતે વાઢીયા દૂર થઈ જાય છે અને એડી સોફ્ટ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!