શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો આ ઉપાયથી કંટ્રોલમાં આવી જશે

આમ તો શરીરમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અલગ અલગ પ્રકારના દુખાવા રહેતા હોય છે. કેટલાક દુખાવા તો એવા હોય છે કે જેનું કારણ પણ આપણે જાણી શકતા નથી.

પરંતુ આ બધા જ દુખાવામાં સૌથી ભયંકર હોય છે યુરિક એસિડ વધી જવાથી થતો દુખાવો. આપણા શરીરના લોહીમાં યુરિક એસિડ નામનું રસાયણ હોય છે. જ્યારે તેનું પ્રમાણ વધી જાય છે તો સાંધામાં દુખાવો થાય છે.

ઘણા લોકોને તો યુરિક એસિડ કાયમી વધે છે જેના કારણે સતત સાંધામાં અને પગમાં દુખાવો રહે છે. આ તકલીફ ખૂબ જ ભયંકર હોય છે. ત્યારે આજે તમને યુરિક એસિડ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર જણાવીએ.. આ ઉપાય કરવાથી યુરિક એસિડ થી આજીવન મુક્તિ મળી શકે છે.

યુરિક એસિડ દૂર કરવાના ઉપાયો જણાવ્યા છે તે પહેલાં કેટલીક પરેજી બાબતે પણ જાણકારી આપીએ.. જો યુરિક એસિડ વધી જવાની તકલીફ હોય તો કઠોળ, મશરૂમ, પાલક ફ્લાવર, ચોકલેટ, કોફી, ચા જેવી વસ્તુઓનું સેવન બંધ કરવું અથવા તો ઘટાડવું જોઇએ. કારણ કે આ પ્રકારના ખોરાક યુરિક એસિડ વધારે છે. હવે જણાવી યુરીક એસિડને કાયમ માટે દૂર કરતાં કેટલાક દેશી ઉપચાર વિશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

યુરિક એસિડનું પ્રમાણ ઘટાડવા માટે દેશી ગાયનું ગૌમુત્ર રોજ સવારે પીવું જોઈએ. ગૌમુત્ર શરીરમાંથી એસિડ ઘટાડે છે અને શરીરને મજબૂત બનાવે છે.

ગૌમુત્ર ઉપરાંત ગોખરુ થી પણ યુરિક એસિડની ઘટાડી શકાય છે. તેના માટે સમાન માત્રા ના ગોખરુ, જવ અને સાટોડી લેવા. ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં આ ત્રણે વસ્તુ મિક્સ કરીને તેને છ કલાક સુધી પલળવા દો. બધી વસ્તુ પડી જાય પછી તેને ગાળીને દિવસમાં બે વખત આ પાણી પી જવું. આ ઉપાય કરવાથી શરીરમાંથી ધીમે ધીમે યુરિક એસિડનું પ્રમાણ ઘટી જાય છે.

સાથેજ યુરીક એસીડ ના કારણે થતા દુખાવા પણ ધીમે ધીમે મટવા લાગે છે. આ ઉપાય સિવાય એક ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધા અને એક ચમચી મધ ઉમેરીને રોજ રાત્રે સૂતા પહેલાં લેવાથી પણ ફાયદો થાય છે.

કુંવારપાઠાનો રસ અને આમળાનો રસ મિક્સ કરીને પીવાથી યુરિક એસિડ ના દુખાવા ઘટાડે છે. આ ઉપરાંત જેમને યુરિક એસિડ વધવાની તકલીફ હોય તેને જમ્યા પછી એક ચમચી અળસી બરાબર ચાવીને ખાવી જોઈએ. આ રીતે અળસી ખાવાથી યૂરિક એસિડ કંટ્રોલ માં આવે છે.

યુરિક એસિડ હોય તેવા લોકોએ દિવસ દરમિયાન પાણી પણ વધારે પીવું જોઈએ. આ સિવાય ભોજનમાં એવી વસ્તુઓ લેવાનું ટાળો જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપરાંત બે સમયે ભોજન દરમિયાન વધારે અંતર ન રાખવું. દર બે કલાકે થોડું થોડું કંઈ પૌષ્ટિક હોય તેવું કંઈ ખાઈ લેવું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!