આ ઉપાયથી ઘરે બેઠા પેટ પર જામેલી ચરબી ઓગળી જશે

વધતું વજન આજના સમયમાં દરેક વ્યક્તિ ની ચિંતા છે. વજન જ્યારે વધી જાય છે ત્યારે દેખાવ તો બદલી જાય છે પરંતુ તેની સાથે ડાયાબિટીસ, હાઈ બીપી, હ્રદયની સમસ્યાઓ ઝડપથી થવા લાગે છે. જ્યારે વજન વધી જાય પછી વજન ઘટાડવાના અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ વજન ઘટાડવાના ઉપાયો જડપથી રીઝલ્ટ આપતા નથી.

આમ તો વજન ઘટાડવાના તમને અનેક ઉપાયો મળશે. બધા જ ઉપાયો અલગ અલગ રીતે કામ કરે છે. વજન ઘટાડવું હોય ત્યારે નિષ્ણાંતો કહે છે કે સૌથી વધારે એક ડેઇલી રૂટીનને ફોલો કરવું પડે છે.

આ સિવાય આયુર્વેદમાં પણ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઉપયોગમાં લઈને તમે વજન ઝડપથી ઘટાડી શકો છો. આ ઉપાયો કરવાથી શરીરના દરેક અંગની ચરબી ગાયબ થઈ જાય છે અને તમે થોડા જ દિવસોમાં slim દેખાવા લાગો છો. તો ચાલો જાણીએ કે તમે શું કરીને ઝડપથી વજન ઘટાડી શકો છો.

1. વજન ઘટાડવા માટે તમારે દિવસ દરમિયાન ઓછી કેલરીવાળો ખોરાક લેવાનો છ. આ સાથે સર્કેડિયન રીધમ ફાસ્ટિંગ નું પાલન કરવાનું છે. એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત ની વચ્ચે તમે ભોજન લઇ શકો છો પરંતુ સૂર્યાસ્ત પછી બીજા દિવસે સૂર્યોદય થાય ત્યાં સુધી ભોજન નથી કરવાનું. એટલે કે 12 કલાક ઉપવાસ અને 12 કલાક ભોજન. રાત્રે મોડામાં મોડું આઠ સુધી જમી લેવાનું છે અને પછી બીજા દિવસે સવારે નાસ્તા સુધી કંઈ પણ ખાવાનું નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. આ સિવાય દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાનું છે. પાણી પીવાથી શરીરમાં રહેલા નકામાં તત્વો પરસેવા અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને સાથે જ પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. તમે પાણી ઓછું પીઓ છો ત્યારે કબજિયાત થાય છે અને સાથે જ હોર્મોન્સ પણ સંતુલિત રહે છે જેના કારણે વજન વધે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો વજન વધવાની સમસ્યાથી મુક્તિ મળશે.

3. નિયમિત રીતે 40 મિનીટ શારીરિક વ્યાયામ કરવો. વ્યાયામ કરવાથી શરીરમાં રક્તસંચાર બરાબર રીતે થાય છે અને શરીરના બધા અંગોને પર્યાપ્ત પ્રમાણમાં ઓક્સિજન મળે છે. આ સિવાય તમે ઊંડા શ્વાસ લેવા ની કસરત પણ કરી શકો છો તેનાથી મગજને શાંતિ મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

4. આ બધું જ કરવાની સાથે ઉંઘ પણ ખૂબ જ જરૂરી છે. 10:00 સુધીમાં ઉંઘી જવાની આદત પાડવી. આ સમયે સૂઈ જવાથી liver detox થાય છે. એટલે જ રાત્રે ભોજન સાથે થી આઠ વાગ્યા સુધીમાં કરીને 10:00 સુધીમાં સૂઈ જવું જેનાથી પૂરતી ઊંઘ થાય છે.

5. વજન ઘટાડવા માટે સૌથી વધુ જરૂરી છે કે તમે આ સમય દરમ્યાન ચાઈનીઝ, તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું બંધ કરી દો. આવા ખોરાકમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે અને તેનાથી પાચન પણ ખરાબ થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!