ઉનાળાની સીઝન એટલે ઘઉં, મસાલા અને અથાણા કરવાની સીઝન. આ સમય દરમિયાન મહિલાઓ આ કામ ખૂબ લગનથી કરે છે. અથાણામાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય છે.
તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આવી જ એક વસ્તુ છે જે અથાણા બનાવવાના ઉપયોગમાં લેવાય છે અને તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે.
અથાણામાં જેનો ઉપયોગ થાય છે તેવા કેરડા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. કેરડાનું અથાણું સ્વાદમાં ખાટું મીઠું હોય છે. કેરડાને હળદર મીઠાના પાણીમાં બોળી રાખવામાં આવે છે જેના કારણે તે ખાટામીઠા લાગે છે. આ અથાણું જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલા જ ગુણકારી હોય છે કેરડા.
કેરડાના ફાયદાઓ વિશે આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સ્વાદમાં સારા હોય છે અને તેમાં વિટામિન એ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયરન હોય છે. તેનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. આ ઉપરાંત તે વાયુને દુર કરનાર પણ છે.
કેરડાનું સેવન કરવાથી કબજિયાત દુર થાય છે. વળી તે સાંધાનો દુખાવો, કમરનો દુખાવો પણ મટાડે છે. કેરડાના ફૂલને ચાવીને ખાવાથી મોઢાની દુર્ગંધ દુર થાય છે. કેરડાનું સેવન કરવાથી હાર્ટ અને મગજ બંનેની શક્તિ વધે છે.
કેરડા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે જોવા મળે છે. આ વસ્તુ ચૈત્ર અને વૈશાખ મહિનામાં બજારમાં સરળતાથી મળી જાય છે. તેનું સેવન કરવાથી ઝાડા, કબજિયાત, એસિડીટી, ગેસ જેવી પેટની તકલીફો મટે છે.
આ ઉપરાંત આ અથાણું ડાયાબિટીસના દર્દીઓને પણ લાભ કરે છે. તેનાથી ઉધરસ પણ મટે છે. જો કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો તેની અસરને દુર કરવા માટે કેરડાના મૂળ કામ લાગે છે. તેના મૂળને વાટી અને ડંખ પર લગાવી દેવાથી ઝેરની અસર દુર થાય છે.
કેરડા આમ તો સ્વાદમાં કડવા હોય છે. પરંતુ તેને ખાટી છાશ કે હળદર મીઠાના પાણીમાં 10 થી 15 દિવસ પલાળી રાખવાથી તેની કડવાશ દુર થાય છે અને તે સ્વાદમાં ખાટા થઈ જાય છે. તેનું અથાણું બનાવવા માટે આ પાણીમાંથી તેને કાઢી અને તેમાં થોડું મીઠું, હળદર અને જરુર અનુસાર રાઈના કુરિયા ઉમેરવા.
ત્યારબાદ તેલને એક કઢાઈમાં ગરમ કરી લેવુ. તેલ ગરમ થાય પછી તેને ઠંડુ કરી આ અથાણા પર રેડી દેવી. થોડા દિવસ પછી કેરડાનું અથાળું ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. આ અથાણામાં તેલને બદલે લીંબુ ઉમેરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે.